૩૦,૦૦૦ કિલોનું વજન ધરાવતી આ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસમાં બની રહી છે
શ્રી હનુમાનજીની વિરાટ મૂર્તિ
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી ૫૪ ફુટ ઊંચી વિરાટ મૂર્તિ મૂકવામાં આવશે. ૩૦,૦૦૦ કિલોનું વજન ધરાવતી આ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસમાં બની રહી છે. કિંગ ઑફ સાળંગપુરના નામથી અત્યારે આ પ્રોજેક્ટ સાળંગપુરમાં ૧,૩૫,૦૦૦ સ્ક્વેર ફુટમાં બની રહ્યો છે. ૧૩ ફુટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે. બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ વૉલ મ્યુરલથી કરવામાં આવશે. પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં ૧૧,૯૦૦ સ્ક્વેર ફુટમાં સ્ટેપ વેલ અને ઍમ્ફી થિયેટર બનાવવામાં આવશે.