જાનમાલને નુકસાન ન થતા રાહતનો શ્વાસ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)માં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra)ના અમરેલી (Amreli) જિલ્લામાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ નથી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)એ જણાયું છે કે, ભૂકંપની ઊંડાઈ ૩.૨ કિમી નોંધાઈ છે. ભૂકંપ સવારે ૭ ને ૫૧ મિનિટે આવ્યો હતો.
સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી જિલ્લામાં શનિવારે સવારે ૭.૫૧ વાગ્યે ૩.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર અમરેલી શહેરથી ૪૩ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ નોંધાયું હતું.
ADVERTISEMENT
જણાવી દઈએ કે, આ પહેલા ૩૦ જાન્યુઆરીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
આ પણ વાંચો - હૅપી બર્થ-ડે મનફરા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે સવારે મણિપુર (Manipur)ના ઉખરુલ (Ukhrul)માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સવારે ૬.૧૪ કલાકે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે, ઉખરુલમાં ૪.૦ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પહેલા શુક્રવારે રાત્રે, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના શામલી (Shamli)માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
આ પણ વાંચો - અફઘાનિસ્તાનમાં દાયકાઓનો સૌથી મોટો ભૂકંપ, ૧૦૦૦થી વધુનાં મોત
ભૂકંપ આવે ત્યારે કરો આટલું :
- ભૂકંપ આવે ત્યારે ક્યારેય ભાગા-દોડી ન કરવી જોઈએ અને ખુલ્લા મેદાન તરફ જવું જોઈએ.
- ધરતીકંપ દરમિયાન વ્યક્તિએ હંમેશા સૌથી સુરક્ષિત જગ્યા શોધવી જોઈએ. કોઈપણ બિલ્ડિંગ, ઝાડ કે થાંભલા પાસે ઊભા ન રહેવું જોઈએ.
- જે લોકો ઘરની અંદર હોય તેમણે તરત જ પલંગ, સોફા અથવા ટેબલ નીચે સંતાઈ જવું જોઈએ.
- કાચની બારીઓથી પણ દૂર રહેવું જોઈએ.
- જો બહાર હોવ તો ઈમારતો અને પાવર લાઈનથી દૂર રહો અને વાહનોને રોકો.