૩૪ કલાક પછી તેને બહાર કાઢી, પણ બચી ન શકી
ઇન્દિરા મીણા
કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે વાડીમાં આવેલા બોરવેલમાં પડી ગયેલી ઇન્દિરા મીણા આખરે મોત સામેનો જંગ હારી ગઈ હતી. તેને બચાવી લેવા માટે તંત્ર દ્વારા ૩૪ કલાક સુધી રેસ્કયુ કામગીરી કરીને તેને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તે મૃત્યુ પામી હતી.
કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા પરિવારની દીકરી ઇન્દિરા વાડીમાં આવેલા ૫૦૦ ફુટથી ઊંડા બોરવેલમાં પડી જતાં આ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતાં તેને બચાવી લેવા માટે પોલીસ, ભુજ ફાયર વિભાગ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ આવી પહોંચી હતી. આ યુવતીને બચાવી લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી, પરંતુ કમનસીબે તેને બચાવી નહોતી શકાઈ.