પાકિસ્તાની(Pakistan Jail) સત્તાવાળાઓએ પાકિસ્તાની જળસીમામાં ગેરકાયદે માછીમારીના આરોપમાં કરાચીની જેલમાં બંધ 198 માછીમારોને (Fisherman Release From Jail)મુક્ત કર્યા છે.
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાની(Pakistan Jail) સત્તાવાળાઓએ પાકિસ્તાની જળસીમામાં ગેરકાયદે માછીમારીના આરોપમાં કરાચીની જેલમાં બંધ 198 માછીમારોને (Fisherman Release From Jail)મુક્ત કર્યા છે અને તેમને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપ્યા છે. મુક્ત થયેલા માછીમારોમાં મોટા ભાગના માછીમારો ગુજરાતના છે. માછીમારોને ગુરુવારે સાંજે કરાચીની માલીર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મલીર જેલના અધિક્ષક નઝીર ટુનિયોએ જણાવ્યું હતું કે તેમણે જેલમાં બંધ ભારતીય માછીમારોની પ્રથમ બેચને મુક્ત કરી છે અને માછીમારોની વધુ બે બેચને જૂન અને જુલાઈમાં મુક્ત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે અમે ગુરુવારે જેલમાં બંધ 198 માછીમારોને મુક્ત કર્યા છે જ્યારે 200 અને 100 માછીમારોને પછીથી મુક્ત કરવામાં આવશે. ટુનિયોએ કહ્યું કે ગુરૂવારે 200 ભારતીય માછીમારોને માલીર જેલમાંથી મુક્ત કરવામાં આવનાર હતા પરંતુ તેમાંથી બેનું બીમારીના કારણે મોત થયું હતું. આ તમામ માછીમારો વતન પરત ફર્યા છે. મુક્ત કરાયેલા માછીમારો ભૂલથી પાકિસ્તાની જળસીમામાં ઘૂસી ગયા હતા, ત્યારબાદ પાકિસ્તાની નૌકાદળે તેમને પકડી લીધા હતા.
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે માછીમારો પરંપરાગત બોટનો ઉપયોગ કરે છે. તેમની પાસે અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમ નથી, જે તેમનું ચોક્કસ સ્થાન કહી શકે. સમુદ્રને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ કોઈ સ્પષ્ટ સીમા નથી. આવી સ્થિતિમાં બંને દેશના માછીમારો આકસ્મિક રીતે એકબીજાની સરહદમાં ઘૂસી જાય છે. આ કારણોસર, સંબંધિત દેશોની નૌકાદળ અન્ય દેશોના માછીમારોને પકડે છે અને તેમની બોટ પણ જપ્ત કરે છે.
આ પણ વાંચો: સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે
ઈધી વેલ્ફેર ટ્રસ્ટના ફૈઝલ ઈધીએ માછીમારોને કરાચીથી લાહોર સુધી ટ્રેનમાં લઈ જવાની વ્યવસ્થા કરી હતી. જ્યાં તેને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ફૈઝલે કહ્યું કે કેટલાક અન્ય ભારતીય માછીમારો પણ બીમાર દેખાઈ રહ્યા હતા. નોંધનીય છે કે, પાકિસ્તાન અને ભારત નિયમિતપણે દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવા બદલ એકબીજાના માછીમારોની ધરપકડ કરે છે. જે બંને દેશો વચ્ચેના સંબંધોનું સૌથી ખરાબ સ્વરૂપ રજૂ કરે છે.