સોમનાથમાં ગણેશ નૌરત્ર દરમ્યાન વિશ્વશાંતિ માટે, દેશના કલ્યાણની પ્રાર્થના સાથે ગણેશ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથમાં ગણપતિના અથર્વશીર્ષના ૧.૨૫ લાખ પાઠ કરાયા
અમદાવાદ ઃ સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા પ્રાચીન શ્રી કપર્દી વિનાયક ગણેશના મંદિરે ગણેશોત્સવ દરમ્યાન જ્યોતિર્લિંગ ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી મોટા સવા લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને શ્રી ગણેશ મહાયજ્ઞનું આયોજન સોમનાથ ટ્રસ્ટે કર્યું હતું. સોમનાથમાં ગણેશ નૌરત્ર દરમ્યાન વિશ્વશાંતિ માટે, દેશના કલ્યાણની પ્રાર્થના સાથે ગણેશ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા તબક્કાવાર શ્રી ગણપતિ અથર્વશીર્ષના ૧.૨૫ લાખ પાઠ કરવામાં આવ્યા હતા. આ પાઠના ઉપલક્ષમાં ત્રણ દિવસ ગણેશ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના યજમાનપદે સોમપુરા બ્રહ્મ સમાજના ૫૯ બ્રાહ્મણો દ્વારા વેદોક્ત વિધિવિધાન સાથે શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સાથે યજ્ઞમાં લાડુની ૫૨૦૦થી વધુ આહુતિ અર્પણ કરવામાં આવી હતી.