કોરનાના કાળથી કોઈ પણ બચી શક્યુ નથી એ આપણે સૌ જાણીએ છીએ. હવે કોરોના પાણીમાં પણ પહોંચી ગયો છે. સાબરમતી નદીમાં કોરોના વાઈરસ ફેલાયો હોવાની પુષ્ટી થઈ છે.
પ્રતીકાત્મક ફોટો
અત્યાર સુધીમાં દેશમાં કેટલાય શહેરોમાં સીવેજ લાઈનમાં કોરોના વાઈરસ હોવાની પુષ્ટી થઈ છે. પહેલી વાર કુદરતી જળ સ્ત્રોતમાં પણ કોરોના વાઈરસ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની જીવાદોરી સમાન ગણાતી સાબરમતી નદીમાં કોરોના વાઈરસ મળી આવ્યો છે. ત્યાંથી લેવામાં તમામ સેમ્પલ કોરોના સંક્રમિત મળ્યા છે.
સાબરમતી નદીની સાથે સાથે અમદાવાદમાં અન્ય જળસ્ત્રોત કાંકરિયા અને ચાંદોળા તળાવમાંથી લેવામાં આવેલા સેમ્પલ પણ કોરના વાઈરસથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત આસામના ગુવાહાટીમાં નદીના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી તો ત્યાં પણ નદીમાં કોરોના વાઈરસ ફેલાયો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
નદીમાંથી લેવામાં તમામ સેમ્પલમાં વિષાણુઓ મોટા પ્રમાણમાં છે. ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના મનીષ કુમારે જણાવ્યું હતું કે ગત વર્ષે સીવેઝમાંથી સેમ્પલ લઈ તપાસ કરતાં તેમાં કોરોના વાઈરસ હોવાનું માલુમ પડ્યુ હતું. આ તપાસ બાદ પાકૃતિક જળ સ્ત્રોતનું અધ્યયન શરૂ કરવામાં આવ્યું.
સાબરમતી નદી કોરોનાથી સંક્રમિત હોવાનુ માલુમ પડતા આસામના ગુવાહાટીમાં નદીના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી. માર્ચ સુધી સેમ્પલિંગ અને તપાસ ચાલતી રહી અને આ દરમિયાન નદીના સેમ્પલમાં કોરોના વાઈરસ મળી આવ્યો.
મનીષ કુમારે વધુમાં જણાવ્યું હતું કે 3 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દર અઠવાડિયે સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોરોના વાઈરસ જોવા મળ્યો. સાબરમતીમાંથી 694, કાંકરિયામાંથી 549 અને ચંદોલામાંથી 402 સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી.
આ પરથી સાબિત થાય છે કે કોરોના વાઈરસ પાકૃતિક જળ સ્ત્રોતમાં પણ જીવતો રહી શકે છે. તેથી દેશમાં તમામ જળ સ્ત્રોતના સેમ્પલ લઈ તપાસ કરવી જોઈએ.

