'સ્વરોત્સવ'માં ગુલઝાર કરશે કવિ અંકિત ત્રિવેદીના પુસ્તકનું વિમોચન
ગુલઝાર સાબ અને અંકિત ત્રિવેદી (Image Courtesy:Ankit Trivedi Facebook)
'બોલીવુડના જાણીતા ગીતકાર અને હિન્દી સાહિત્યના જાણીતા કવિ ગુલઝાર આજે અમદાવાદની મુલાકાત છે. ગુલઝાર સાબ અમદાવાદમાં ગુજરાતી ભાષાના જાણીતા કવિ અંકિત ત્રિવેદીના પુસ્તકનું વિમોચન કરશે. અમદાવાદમાં રજવાડું ખાતે 'સ્વરોત્સવ'નું ત્રીજું સંસ્કરણ યોજાઈ રહ્યું છે, જેમાં ગુલઝાર સાબ હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન ગુલઝારસાબ અંકિત ત્રિવેદીના ત્રીજા કાવ્યસંગ્રહનું વિમોચન પણ કરશે.
આ ઉપરાંત સ્વરોત્સવમાં ગુરુવારથી ત્રણ દિવસ સુધી સૂર અને સાહિત્યની રમઝટ જામશે. રજવાડું ખાતે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ પોતાના સૂર રેલાવશે. તેમની સાથે સાથે ગાયકોનયન પંચોલી, વિરાજ ઉપાધ્યાય, કલ્યાણી કૌઠાળકર, ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પ્રહર વોરા, ઈશાની દવે, રાગ મહેતા, મૃદુલા દેસાઈ પણ સૂરાવલી છેડશે. તો આ તમામની સાથે યુવા ગુજરાતી ગાયકો ભૂમિ ત્રિવેદી અને જિગરદાન ગઢવીને પણ માણવાનો મોકો મળશે.
ADVERTISEMENT
27 તારીખે પિતા-પુત્રની જોડી પાર્થ ઓઝા-સંજય ઓઝા, આદિત્ય ગઢવી-યોગેશ ગઢવીનો કાર્યક્રમ યોજાશે. તો શ્યામલ સૌમિલ મુનશી અને આરતી મુનશીને પોતાના ગીતોથી શ્રોતાઓને ડોલાવશે. શુક્રવારે કિંજલ દવે પણ શહેરીજનોને લહેરીલાલા કરાવશે.
આ પણ વાંચોઃ સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ
28 તારીખે એક સાથે ગુજરાતના દિગ્ગજ સાહિત્યકારો, લેખકો કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા અને અંકિત ત્રિવેદીની લાગણીયાત્રા યોજાશે. સાથે જ યશકીર્તિ ગુજરાત અંતર્ગત કાઠિવાડી ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીના કાર્યક્રમ સાતે સ્વરોત્સવ સંપન્ન થશે.