કૂતરાએ બે લોકોને પાછળ બેસાડી દોડાવી ગાડી, જુઓ વાયરલ વીડિયો
શું તમે ક્યારે કૂતરાને બાઇક ચલાવતા જોયો છે? કદાચ ના, પણ આ વીડિયોમાં એક કૂતરો ગાડી દોડાવતો જોવા મળે છે, અને તે પણ પાછળ લોકોને બેસાડીને. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ દંગ રહી જશો. શું તમે ક્યારે કૂતરાને બાઇક ચલાવતા જોયો છે? કદાચ ના, પણ આ વીડિયોમાં એક કૂતરો ગાડી દોડાવતો જોવા મળે છે, અને તે પણ પાછળ લોકોને બેસાડીને. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલો છે. ટ્વિટર અને રેડિટ પર આ વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે. લોકો કૂતરાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે બન્ને વ્યક્તિ ગાડી પર પાછળ બેઠા છે અને આગળ તરફ કૂતરાએ ગાડીનું હેન્ડલ પકડી રાખ્યું છે અને તે ગાડી દોડાવી રહ્યો છે. આ હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે. કયા વ્યક્તિએ આ રેકૉર્ડ કર્યો, આ બાબતનો પણ ખ્યાલ આવતો નથી. પણ લોકોને આ વીડિયો ખૂબ જ ગમી રહ્યો છે.
They see me rollin pic.twitter.com/59HxNpqLPA
— Klara Sjöberg (@klara_sjo) October 26, 2019
આ વીડિયો ટ્વિટર યૂઝર ક્લારા સોબર્ગે શૅર કર્યો છે, જેને હજી સુધી 26 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 1 હજારથી વધુ લાઇક્સ અને 400થી વધુ રિ-ટ્વીટ્સ થઈ ચૂક્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, "કૂતરાએ ખૂબ જ સરસ કામ કર્યું છે, પણ તેણે હેલ્મેટ પહેરવું જોઈતું હતું."
આ પણ વાંચો : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ
એક રેડિટ યૂઝરે લખ્યું, "આ જરા પણ સુરક્ષિત નથી, જો કોઈ અકસ્માત થઈ ગયો હોત તો કોને જવાબદાર ઠેરવ્યા હોત?" તો અન્ય એક યૂઝરે લખ્યું, "આ વીડિયો ખૂબ જ સરસ છે, પણ ચિંતાજનક છે."