આ ડૉગી છે જેન્ગા-માસ્ટર
એક્સપર્ટની જેમ રમે છે જેન્ગા ગેમ આ ડોગી
મોટા ભાગે ડૉગીને કશુંક લેવાનું કહો તો એ આસપાસની ચીજોને વેરવિખેર કરીને જે-તે ચીજ ઉપાડી લાવે. જોકે ઑસ્ટ્રેલિયન શેફર્ડ પ્રજાતિનો સીક્રેટ નામનો આ ડૉગ વૂડન બ્લૉક્સની મદદથી રમાતી જેન્ગા રમતમાં જબરો માસ્ટર છે.
અમેરિકાના આયોવામાં રહેતો સીક્રેટ ડૉગ તેની માલિકણ મૅરી સાથે જેન્ગા રમતો હોય છે. મૅરીએ થોડા સમય પહેલાં જ તેને જેન્ગા રમતાં શીખવ્યું છે અને ખરેખર સીક્રેટભાઈ એને બહુ સિરિયસલી શીખી રહ્યા છે. સીક્રેટનો ટર્ન આવે ત્યારે તે ખૂબ જ ધીરજપૂર્વક ઉપરના બ્લૉક્સને ખસેડે છે અને જ્યારે એક બ્લૉક કાઢી લે ત્યારે બાકીની ચીજો પડી ન જાય એ માટે નાકથી સપોર્ટ આપીને બૅલૅન્સ પણ જાળવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:પહેલા વિશ્વયુદ્ધમાં વપરાયેલા બૉમ્બ અને શેલ્સનું કલેક્શન વેચાવા નીકળ્યું
મૅરીએ થોડા સમય પહેલાં આ ડૉગીની જેન્ગા રમતી કેટલીક વિડિયો-ક્લિપ્સ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી હતી જે જબરી વાઇરલ થઈ છે. આ ક્લિપ્સ ચાર લાખથી વધુ વાર જોવાઈ ચૂકી છે.