પુલવામા હુમલો: ગુજરાતના થિયેટર્સ 2 શૉની આવક શહીદોના પરિવારને આપશે
પ્રતીકાત્મક તસવીર
આજે દેશ આખો જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાથી ખળભળી ઉઠ્યો છે. લોકો પોતપોતાની રીતે શહીદ થયેલા જવાનોના પરિવારજનોને કોઇ ને કોઇ મદદ પહોંચાડી રહ્યા છે. ત્યારે ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન દ્વારા પણ શહીદ જવાનોના પરિવારોને મદદ કરવાનો નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનની આજે યોજાયેલી મીટિંગમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રખાયો હતો. આ કાર્યક્રમમાં એસોસિયેશને શહીદ જવાનોના પરિવારોને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના તમામ મલ્ટિપ્લેક્સ થિયેટર્સ આગામી સોમવારના પહેલા અને બીજા શૉની તમામ આવક શહીદ જવાનોના પરિવારને આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: જયંતી ભાનુશાળી હત્યા મામલે ડાંગમાં પોલીસે કરી 2 શાર્પશૂટર્સની ધરપકડ
ઉલ્લેખનીય છે કે ગત 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોની બસ પર આતંકી હુમલો થયો હતો અને તમાં 40 જવાનો શહીદ થયા હતા.