કુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંક્યુ તેમ છતા બચી ગયુ બાળક
ત્રીજા માળથી પડવા છતા બાળક બચી ગયું
ચીનના ચેન્ગશા શહેરમાં બાવીસ વર્ષની એક યુવતીએ ઘરે જ બાળકને જન્મ આપીને તેને ઘરની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધું હતું. શનિવારે બનેલી આ ઘટનામાં નસીબજોગે નવજાત છોકરો એક માળ નીચેના ફ્લોરની બાલ્કનીના છજા પર પડ્યો હતો. બાળકના જોરજોરથી રડવાના અવાજને કારણે નીચે રહેતા પાડોશીનું ધ્યાન ગયું અને તેણે તરત જ નિસરણી લાવીને બાળકને બચાવી લીધું હતું.
નવાઈની વાત એ છે કે હજી તો દુનિયામાં જસ્ટ થોડી ક્ષણ પહેલાં જ આવેલા બાળકને આટલું દૂરથી ફેંકવામાં આવ્યું હોવા છતાં તેને ખાસ ઈજા થઈ નહોતી. હૉસ્પિટલમાં બાળકનું સ્વાસ્થ્ય સ્થિર છે. પોલીસ હવે સીસીટીવી કૅમેરાનું ફુટેજ ફંફોસી રહી છે જેથી પેલી કુંવારી માતાએ જ તેને નીચે ફેંક્યું છે એનો પુરાવો મળી શકે.