મુંબઈ: રે રોડ પર સ્ટન્ટ-બૉય દ્વારા કૉન્સ્ટેબલ પર હુમલો
GRP કૉન્સ્ટેબલ
હાર્બર લાઇનના રે રોડ સ્ટેશન પર સ્ટન્ટ કરનારા યુવકને પકડવા બદલ વડાલા GRPના કૉન્સ્ટેબલ પર ગઈ કાલે હુમલો કરાયો હતો. તાજેતરમાં પરાંની ટ્રેનમાં ચાલતી ટ્રેનમાં જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડિયો વાઇરલ થયો હતો. આ ઉપરાંત હાલમાં જ સ્ટન્ટ કરતી વખતે ચાલતી ટ્રેનમાંથી પડી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાઓને ધ્યાનમાં રાખી રેલવે પોલીસને આવા સ્ટન્ટ-બૉય્ઝને પકડવા અને તેમની સામે સખત પગલાં લેવા જણાવાયું હતું.
કૉન્સ્ટેબલ સચિન મંડલેએ રે રોડ પર વિડિયોમાં સ્ટન્ટ કરતા છોકરાને જોઈ તેને પકડી લીધો હતો. તે સ્ટન્ટ-બૉય સાથે સ્ટેશનની પોલીસ ચોકી તરફ જઈ રહ્યો હતો ત્યારે એક અન્ય યુવક કૉન્સ્ટેબલ સાથે જીભાજોડી અને દલીલો કરવા માંડ્યો અને તેણે કૉન્સ્ટેબલને ગાળો ભાંડવી શરૂ કરી અને મારવા માંડ્યું એમ ‘મિડ-ડે’ને જણાવતાં વડાલા GRP ના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પાલે કહ્યું કે ‘આ યુવકે મંડલેનું શર્ટ પણ ફાડી નાખ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઈના 18 ટકા ગુજરાતી મતદારોને આ વખતે એકાદ ગુજરાતી સાંસદ મળે તો મળે
ઘટના જોનારાઓ કૉન્સ્ટેબલની મદદે આવતાં પોલીસે બન્ને યુવકો સ્ટન્ટ-બૉય મોહમ્મદ હુસાન સહા અને તેના મિત્ર રફીક મોહમ્મદ શેખની ગુનાહિત કૃત્ય કરવા તથા પબ્લિક સર્વન્ટ પર હુમલો કરવા બદલ ધરપકડ કરી હતી.