રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક, SPGએ ખોલ્યો રાઝ
રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે નામાંકન દાખલ કરવા માટે ગયા ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ વાતની માહિતી આપી છે. પત્રમાં દાવો કર્યો છે કે તેમના નામાકંન ભરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ પર હુમલાનો ખતરો છે. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે તેમને રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકની ફરિયાદને લઈને કોઈ પણ પત્ર મળ્યો નથી.
કેન્દ્ર સરકારને લઈને થયેલા આ પત્રમાં લખ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠી નામાંકન દાખલ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તે કલેક્ટર ઓફિસ પાસે મીડિયાને મળ્યા હતા તે દરમિયાન તેમના ચહેરા પર લેઝર લાઈટ જોવા મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષના ચહેરા પર સાત વાર લેઝર લાઈટ જોવા મળી હતી. આ પત્રમાં રાજીવ ગાંધી પર થયેલા હુમલાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચૂંટણી 2019:3 વાગ્યા સુધી પ.બંગાળમાં સૌથી વધુ 69 ટકા મતદાન, સૌથી ઓછુ 44 ટકા બિહારમાં
આ વિશે SPGએ ખુલાસો આપતા કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, SPGએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે, ક્લિપિંગમાં રાહુલ ગાંધીના ચહેરા પર જે ગ્રીન લાઈટ દેખાઈ રહી છે તે કોંગ્રેસ પાર્ટીના ફોટોગ્રાફરના મોબાઈલ ફોનની હતી જે કાર્યક્રમની વીડિયોગ્રાફી કરી રહ્યા હતા.