અમદાવાદમાં પહેલીવાર PUB G રમતા યુવકોની થઇ ધરપકડ
PUB G રમતા 4 લોકોની ધરપકડ
વિવિધ શહેરોની જેમ અમદાવાદમાં પણ PUB Gને બેન કરવામાં આવી છે. જાહેરમાં PUB G ન રમવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતા અમદાવાદના વિવિધ વિસ્તારોથી PUB G રમતા યુવકોને પકડવાના ચાર કેસ સામે આવ્યા છે. જાહેરનામું બહાર પાડ્યા પછા પોલીસ દ્વારા PUB G રમતા લોકો સામે કાર્યવાહી શરુ કરી છે. પોલીસ ઠેર ઠેર વૉચ ગોઠવીને PUB G રમતા લોકોની ધરપકડ કરી રહી છે.
શહેરમાં 1 દિવસમાં 4 કેસ નોંધાયા
ADVERTISEMENT
રાજકોટ બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 કેસ નોંધાયા છે જેમા એક કેસ રખિયાલ પોલીસ જ્યારે ત્રણ કેસ સેટેલાઈટ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે. આ યુવકોના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર તાકિદ કરવામાં આવી છે.
પોલીસ દ્રારા સતત વોચ રાખવામાં આવી રહી છે
શહેરની પોલીસ દ્વારા દેવઆર્ક મોલ, એસ.જી હાઈ-વે, અર્બનનગર જેવા અનેક વિસ્તારોમાં સતત વૉચ રાખવામાં આવી રહી છે. PUB Gની નકારાત્મકતા અને નુકસાનને જોઈને ગુજરાતના વિવિધ શહેરોમાં PUB G બેન કરવામાં આવી છે.
આ પણ વાંચો: હવે, પૈસા ઉપાડવા માટે ATM કાર્ડની જરૂર નહી પડે, SBI આપશે આ સુવિધા
રાજ્યના આ શહેરોમાં પણ PUB G પર બેન છે
ગુજરાતમાં રાજકોટ, અરવલ્લી, નડિયાદ બાદ અમદાવાદમાં PUB G પર બેન મુકવામાં આવ્યો છે. જેના અંતર્ગત પોલીસ દ્વારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ પોલીસ દ્વારા PUB G રમતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી