ગાંધીપરિવારની પુત્રી પરંપરાગત બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે?
પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી
ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ગયેલા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે રાયબરેલીમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. કપાળે લાલ કંકુના તિલક સાથે સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJP પર પ્રહારો કરતાં રાફેલ, ડીમૉનેટાઇઝેશન, રોજગારી અને CBIના ડિરેક્ટર જેવા વિવિધ મુદ્દે પ્રહારોનો પુનરુચ્ચાર કર્યો હતો.
પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભાની આગામી ચૂંટણી લડવાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીએ જાહેર સભામાં જણાવ્યું હતું કે ‘મેં પ્રિયંકાને કહ્યું છે કે કૉંગ્રેસના મહાસચિવના હોદ્દાનો અખત્યાર સંભાળ્યા પછી રાયબરેલીની જનતાનાં દર્શન કરવા જવાનું છે. મોદીજીએ બે કરોડ નોકરીઓ ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે ચીન એક કલાકમાં 50,000 લોકોને નોકરીઓ આપે છે અને હિન્દુસ્તાન ફક્ત 450 યુવાનોને નોકરીઓ આપી શકે છે. દેશમાં કોઈને પણ પૂછો તો તે રોજગારી વગરનો હોવાનું કહે છે.’
ADVERTISEMENT
રાફેલ અને નીરવ મોદી જેવા વિષયો પર કેન્દ્ર સરકારની ટીકા કરવા ઉપરાંત કૉંગ્રેસ સત્તા પર આવે તો અમેઠીમાં ફૂડ-પાર્ક બાંધવાનું વચન રાહુલ ગાંધીએ આપ્યું હતું. ઉત્તર પ્રદેશના આગામી મુખ્ય પ્રધાન કૉંગ્રેસનાજ બનશે એવો વિશ્વાસ પણ રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યો હતો.