Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક એવો ટાપુ, જ્યાં રસ્તાઓથી લઈને ઘર સુધી જોવા મળે છે કરચલા જ કરચલા

એક એવો ટાપુ, જ્યાં રસ્તાઓથી લઈને ઘર સુધી જોવા મળે છે કરચલા જ કરચલા

Published : 06 September, 2019 03:04 PM | IST | ક્રિસમસ ટાપુ, ઑસ્ટ્રેલિયા

એક એવો ટાપુ, જ્યાં રસ્તાઓથી લઈને ઘર સુધી જોવા મળે છે કરચલા જ કરચલા

આ છે કરચલાઓનો ટાપુ

આ છે કરચલાઓનો ટાપુ


સામાન્ય રીતે રસ્તા પર કરચલા બહુ જ ઓછા જોવા મળે છે. પરંતુ ઑસ્ટ્રેલિયામાં એક એવો ટાપુ છે જ્યાં બધુ જગ્યાએ કરચલા જ કરચલા નજર આવે છે. અહીંનો નજારો એવો હોય છે કે તમને લાગે કે અહીં કરચલાઓનો વરસાદ થયો છે. રસ્તાઓ હોય કે ઘર, એમનું જ જાણે રાજ ચાલે છે.

આ ટાપુનું નામ ક્રિસમસ ટાપુ છે, જે ક્વીંસલેન્ડમાં આવેલો છે. અહીં દર વર્ષે કરચલાઓનો જમાવડો નજર આવે છે. આ કરચલાઓ રસ્તાથી લઈને જંગલ, ઘર, રેસ્ટોરન્ટ, બાર, બસ સ્ટોપ દરેક જગ્યા પર જોવા મળે છે. આ કરચલાઓ દર વર્ષે પ્રજનન કરવા માટે ક્રિસમસ ટાપુના એક છેડે આવેલા જંગલથી બીજા છેડે આવેલા ભારતીય મહાસાગર સુધીની સફર ખેડે છે.


CRABS




આ કરચલાઓના કારણે રસ્તાઓ લાલ જોવા મળે છે. દર વર્ષે અહીં હજારો કરચલાઓ વાહનની નીચે આવીને મરી પણ જાય છે. એટલે જ ત્યાં બોર્ડ લગાવવામાં આવે છે કે ગાડી ધીરે ચલાવો. અથવા તો ત્યાના રસ્તા જ બંધ કરી દેવામાં આવે છે.


આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

ક્રિસમસ ટાપુ 52 વર્ગ માઈલ ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. જેની વસતી લગભગ 2, 000 જેટલી છે. તેમ છતા પણ અહીં કરચલાઓને જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 03:04 PM IST | ક્રિસમસ ટાપુ, ઑસ્ટ્રેલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK