લગ્નનાં બે અઠવાડિયાં પછી પતિને ખબર પડી કે તેની પત્ની તો પુરુષ છે
પુરુષ સાથે લગ્ન કર્યા આ ભાઈએ
યુગાન્ડામાં એક અજાયબ વાત જાહેર થઈ છે જેણે સૌકોઈને ચોંકાવી દીધા છે. લગભગ બે અઠવાડિયાં પહેલાં મોહમ્મદ મુટુમ્બાએ પંરપરાગત વિધિથી સ્વાબુલ્લાહ નોબુકીરા નામની મહિલા સાથે નિકાહ કર્યાં હતાં. જોકે હવે મોહમ્મદને જાણ થઈ છે કે તેના જેની સાથે નિકાહ થયાં હતાં તે સ્ત્રી નહીં, પરંતુ પુરુષ છે.
ઘટનાની તપાસ કરવા મહિલા પોલીસ અધિકારી તેને મહિલાઓ માટેની જેલમાં લઈ ગઈ હતી જેણે નોબુકીરા પુરુષ હોવાની વાતને પુષ્ટી આપી હતી. નોબુકીરાનો સ્વાંગ રચનારા ૨૭ વર્ષના sસાથ આપી મુટુમ્બા સાથે લગ્ન કરાવી આપવા બદલ તેની આન્ટીની પણ ધરપકડ કરવામાં આવે એવો આગ્રહ રાખ્યો હતો. જોકે આન્ટીએ પોતે આ બાબતથી અજાણ હોવાનું ગાણું ગાવાનું ચાલુ રાખ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : પાઇનેપલ પછી હવે કિવી પીત્ઝા આવ્યા છે, શું તમે ખાવા તૈયાર છો?
છેલ્લા ચાર-પાંચ દિવસથી મુટુમ્બા જાહેરમાં દેખાયો ન હોવાથી તેના પાડોશીઓને શંકા છે કે આઘાતના કારણે તેણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભર્યું હોય.