તાજમહલમાં બનશે બ્રેસ્ટ-ફીડિંગ રૂમ
તાજમહલ
દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતો તાજમહલ હવે ભારતનું એવું સ્મારક બની ગયો છે જ્યાં મહિલા સહેલાણીઓ માટે ખાસ સગવડ મળશે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધિકારી વસંતકુમાર સ્વર્ણકારનું કહેવું છે કે ટૂરિસ્ટ મહિલાઓ સીડીની નીચે છુપાઈને બાળકોને સ્તનપાન કરાવતી હતી એ જોઈને આ વિચાર આવ્યો હતો. તાજમહલમાં હવે મહિલાઓ નવજાત શિશુઓને આરામથી સ્તનપાન કરાવી શકે એ માટે અલાયદી રૂમ હશે. એ ઉપરાંત આગરાના કિલ્લા અને ફતેહપુર સિક્રીમાં પણ આવી સુવિધા શરૂ થશે.
ભારતનાં કુલ ૩૬,૦૦૦ સ્મારકોમાંથી તાજમહલ પ્રથમ એવું સ્મારક છે જ્યાં આવી સુવિધા હશે.