લો આવી ગઈ 251 ડબ્બા અને 4 એન્જિનવાળી માલગાડી, આ છે એનું નામ
શેષનાગ માલગાડી
ભારતીય રેલવેએ સૌથી લાંબી 2.8 કિલોમીટરની લંબાઈ ધરાવતી માલગાડી દોડાવીને વિક્રમ સર્જ્યો છે. આ સિદ્ધિની ઘોષણા ખુદ રેલવેપ્રધાન પીયૂષ ગોયલે રેલ મંત્રાલયના ટ્વિટર હૅન્ડલ પરથી કરી છે. આ માલગાડીનું નામ છે શેષનાગ.
આ માલગાડીમાં એમ જોવા જઈએ તો ચાર ટ્રેનને એકસાથે જોડવામાં આવી છે. ચાર ઇલેક્ટ્રિક લોકોમોટિવ્ઝ અને કુલ ૨૫૧ ડબ્બાઓ સાથે દોડાવાયેલી અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રેન છે. નાગપુર અને કોરબા વચ્ચે આ ટ્રેન દોડાવાય છે એવું પીયૂષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું હતું. એક નેટિઝને કમેન્ટમાં લખ્યું છે કે આ ટ્રેન માત્ર અખતરો છે કે કાયમી ધોરણે ચલાવવામાં આવશે? આશા રાખીએ કે ભારતીય રેલવે આવા અનેક રેકૉર્ડ બનાવશે.