અમેરિકા અને મેક્સિકોની સરહદ બની બાળકોના રમતનું મેદાન
સીસૉ
ઘણા વખતથી અમેરિકા અને મેક્સિકોની વચ્ચે બૉર્ડરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કૅલિફૉર્નિયાના બે પ્રોફેસરોએ બે દેશોને જુદા પાડતી લોખંડી જાળી પર બાળકોને રમવા માટેની સીસૉ બનાવી દીધી છે. એને કારણે હવે બન્ને દેશોની બૉર્ડર બાળકો એકસાથે સીસૉ રમતા જોવા મળે છે. ૨૦૦૯માં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના પ્રોફેસર રોનાલ્ડ રેઇલ અને સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર વર્જિનિયા ટેલોનને આ વિચાર આવ્યો હતો. તેમણે ટીટરરોટલ વાલના વિચારને રિયલ લાઇફમાં સાકાર કર્યો છે. ઘણા વર્ષોથી આ કન્સેપ્ટ પર મહેનત ચાલી રહી હતી જે માંડ હવે સાકાર થઈ છે.
આ પણ વાંચો : ડૉગી સાથે ફરવા માટે બે વર્ષથી આ યુગલ નોકરી છોડીને વિશ્વભ્રમણ પર નીકળ્યું
ADVERTISEMENT
જોકે આમ જનતા આ સીસૉને બહુ સારો પ્રતિભાવ આપી રહ્યા છે. માત્ર બાળકો જ નહીં, યુવાનો અને વૃદ્ધો પણ આ સીસૉની મજા માણવા આવી રહ્યા છે. હવે આશા સેવાઈ રહી છે કે આવી કૉમન ગેમને કારણે બન્ને દેશો વચ્ચેની બૉર્ડરના ઇશ્યુ હળવા થશે.