રોજ ચાર અજનબીઓ સાથે દોસ્તી કરે છે આ ભાઈ, 4 વર્ષમાં 2800 દોસ્તો બનાવ્યા
રોજ ચાર અજનબીઓ સાથે દોસ્તી કરે છે આ ભાઈ
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતા રૉબ લૉલેસે ૨૦૧૫ની સાલમાં દસ હજાર નવા લોકો સાથે દોસ્તી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. જોકે એ લક્ષ્ય તો પાર ન પડ્યું, પરંતુ તેમણે અજાણ્યા લોકોની દોસ્તીને પોતાનો નિયમ બનાવી દીધો. ૨૮ વર્ષના રૉબ લૉલેસે નક્કી કર્યું છે કે ઍટલીસ્ટ રોજ ચાર અજનબી લોકો સાથે વાતચીત કરવાની. અત્યાર સુધીમાં તે ૨૮૦૦ અજાણ્યા લોકો સાથે ઓળખાણ કરી ચૂક્યો છે. આવું કરવાનું કારણ શું? તો કહે છે અલગ-અલગ લોકોને મળવાનું તેને બહુ ગમે છે અને નવા માણસોને જાણવાનું તેને પોતાના સમયનો શ્રેષ્ઠ સદુપયોગ લાગે છે.
ADVERTISEMENT
રૉબભાઈનું કહેવું છે કે સોશ્યલ મીડિયાનું ચલણ એટલું વધી ગયું છે કે લોકોનો માનવીય સંપર્ક ઘટી ગયો છે. કૉલેજનું ભણવાનું પૂરું કરીને રૉબને એક મોટી કંપનીમાં નોકરી મળેલી. ત્યાં તેને સમજાયું કે કૉર્પોરેટ જગતમાં તેની લોકો સાથે હળવા-મળવાની આદત સાવ છૂટી જ ગઈ.
આ પણ વાંચો : યુગલે 6 વર્ષની બાળકી દત્તક લીધી, પણ એ તો બાવીસ વર્ષની ઠગ યુવતી નીકળી
રૉબનો દિવસ સવારે જીમ જવાથી શરૂ થાય છે અને પછી તે ચાર અજાણ્યા લોકોને મળે. દરેક મુલાકાત એક કલાકની હોય. કૉફી શૉપ, બીચ, ગાર્ડન ક્યાંય પણ તે આ ચાર લોકોને મળે. ચાર વર્ષના અનુભવ પછી રૉબભાઈનું કહેવું છે કે કેટલાક લોકો સાથે વાત કરવાનું બહુ જ નિરાશાજનક હોય છે. ભાઈનું કહેવું છે કે મને લોકોના જીવનમાં ઊંડે નથી ઊતરવું, પરંતુ જો કોઈ મને તેની વાતો કરે તો હું સાંભળું પણ છું.