વચન ન પાળ્યો એટલે મેયરને ગાડી સાથે બાંધીને ઘસડ્યા
મેયરને ગાડી સાથે બાંધીને ઘસડ્યા
રાજકારણીઓ ચૂંટણી વખતે વચનો આપીને પોતે શું બોલ્યા હતા એ ભૂલી જતા હોય છે અથવા તો વચનોને ફેરવી તોળે છે. આ સમસ્યા ભારતમાં જ નહીં, દુનિયાભરના લોકશાહી દેશોમાં છે. જોકે જ્યારે જનતા બેબાકળી થાય ત્યારે રાજનેતાઓનું આવી બનતું હોય છે. આવું જ કંઈક મેક્સિકોના ચિયાપાસ રાજ્યના લાસ માર્ગારિટાઝ શહેરના મેયર જ્યોર્જ લુઇસ ઍસ્કેન્ડન સાથે થયું. તેમણે ચૂંટણી વખતે શહેરની ચોક્કસ જગ્યાએ પાકો રસ્તો બનાવી આપવાનું વચન આપેલું. તેમનો કાર્યકાળ પૂરો થવા આવ્યો ત્યાં સુધી જનતાએ રાહ જોઈ અને આખરે જનતાનું એક ટોળું મેયરની ઑફિસે જઈને ઘેરો ઘાલીને બેસી ગયું. એમ કરવાથીયે સંતોષકારક જવાબ ન મળ્યો એટલે તેમણે મેયરને ઑફિસમાંથી બહાર કાઢ્યા અને કેટલાક લોકોએ તેમને કાર પાછળ બાંધી દીધા. એટલું ઓછું હોય એમ કાર ચલાવવા પણ માંડી. થોડેક સુધી મેયર દોડી શક્યા પણ પછી ફસડાઈ પડ્યા અને કારની પાછળ ઘસડાયા. આસપાસમાં અનેક લોકો હતા પણ કોઈએ તેમને બચાવવા આગળ આવ્યું નહીં.
આ પણ વાંચો : પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા અને 4 કલાકમાં તો લગ્ન પણ કરી લીધાં
ADVERTISEMENT
અલબત્ત, પોલીસ તરત જ દોડી આવે ત્યાં સુધીમાં કાર મેયરને ક્યાંય સુધી ઢસડી ગઈ હતી. પોલીસે આવીને મામલો હાથમાં લીધો તો ગ્રામજનો અને પોલીસ વચ્ચે પણ હાથાપાઈ થઈ ગઈ. એમાં વીસ જણા ઘાયલ થયા. મેયરને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને પોલીસે આ કારસ્તાન કરનારા ૩૦ જણને અટકમાં લીધા છે.