આ ગામનાં બધાં જ ઘરમાં સૌર-ચૂલા પર રસોઈ થાય છે
ચૂલો પેટાવવા સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે
મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાનું બાંચા ગામ પહેલું એવું ગામ છે જેના દરેક ઘરમાં ચૂલો પેટાવવા માટે લાકડાં કે ગૅસનો ઉપયોગ નથી થતો, પણ સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે. ખોબલા જેવડા આ ગામમાં ૭૪ ઘર છે. આ તમામમાં માત્ર સૌરસંચાલિત ચૂલા પર જ ખાવાનું બનતું હોવાનો આઇઆઇટી-મુંબઈનો દાવો છે.
આ માટેના ટેક્નિલ પ્રોજેક્ટ મૅનેજર વેન્કટ પવન કુમારનું કહેવું છે કે ભારતમાં રસોઈ બનાવવા માટે છૂટાછવાયા વિસ્તારોમાં સૌર પ્લેટનો ઉપયોગ થતો આવ્યો છે, પણ બાંચા પહેલું ગામ છે જ્યાં આઇઆઇટીની ટીમે ખાસ પ્રકારનો ચૂલો બનાવ્યો છે અને બધા એના પર જ રસોઈ બનાવે છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ગામમાં સૌર ઊર્જાનો પ્રસાર કરવા માટે સ્પર્ધાનું આયોજન કર્યું હતું એમાં આઇઆઇટી-મુંબઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ચૂલાના મૉડલનો પ્રયોગ કરવા માટે બે વર્ષ પહેલાં બાંચા ગામની પસંદગી થઈ હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તમામ ૭૪ ગામોમાં સૌર ઊર્જા પ્લેટ, બૅટરી અને ચૂલો લગાવવાનું કામ પૂરું થઈ ગયું હતું.
આ પણ વાંચો : નોકરિયાતોનો સ્ટ્રેસ ઘટાડવા માટે રસ્તા પર મુકાઈ રહી છે પન્ચિંગ બૅગ્સ
ચૂલા માટે નાખેલી સોલર પ્લેટમાંથી ૮૦૦ વૉટ વીજળી બને છે. બૅટરીમાં ત્રણ યુનિટ જેટલી વીજળી સ્ટોર થયેલી રહે છે. એક પ્લેટમાંથી પાંચ સભ્યોનો પરિવાર દિવસમાં ત્રણ વાર ભોજન બનાવી શકે છે. હાલમાં પ્રત્યેક ચૂલાનો ખર્ચ ૮૦,૦૦૦ રૂપિયા જેટલો આવ્યો છે, પણ મોટી સંખ્યામાં એનું ઉત્પાદન થાય તો પડતરકિંમત અડધી થઈ શકે છે.