લોકો ઘરમાંથી બહાર ન નીકળે એ માટે ઠેર-ઠેર રસ્તા પર બનાવટી ભૂત ફરે છે
રસ્તા પર બનાવટી ભૂત ફરે છે
હાલ રોગચાળાને ફેલાતો રોકવા માટે અનેક સરકારે જાહેર કરેલા લૉકડાઉનના દિવસોમાં લોકોને ઘરમાં જ રહેવા માટે ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પરના કેપુહ ગામ પાસેના મુખ્ય માર્ગ પર કેટલાક લોકો ભૂત જેવાં સફેદ કપડાંમાં ફરતા હોય છે. ભૂતના ડરથી ગામવાસીઓ ઘરમાં પડ્યા રહે એવા ઉદ્દેશથી નવો વેશ સજાવવાનો પ્રયાસ ચર્ચાસ્પદ બન્યો છે. આ બનાવટી ભૂતડાં (સ્થાનિક ભાષામાં પોંચોંગ) પૂનમની રાતે ઊડતાં જોવા મળે અથવા અચાનક કોઈ રાહદારી પર કૂદી પડે છે. કોરોના વાઇરસના રોગચાળાના મૃત્યુદરમાં ચીન પછી ઇન્ડોનેશિયાનો ક્રમ આવે છે.