કવિતા સાંભળો, સાજા થાઓ : વિશ્વની પહેલી પોએટ્રી ફાર્મસી શરૂ
પોએટ્રી ફાર્મસી
ઇંગ્લૅન્ડના શ્રોપશાયર ટાઉનમાં દેબોરા અલ્મા નામના એક કવિયત્રીએ પોએટ્રી ફાર્મસી શરૂ કરી છે. લાગણીઓના તણાવને કારણે અનેક શારીરિક સમસ્યા થાય છે એટલે સ્ટ્રેસ, થાક અને હૃદયભંગ થવાને કારણે થતા રોગોને તમે કવિતા દ્વારા સાજા કરી શકો છો એવું આ બહેનનું માનવું છે.
ADVERTISEMENT
મિસ દેબોરા અલ્મા એક કન્સલ્ટન્સી રૂમ ધરાવે છે જેને નામ આપ્યું છે પોએટ્રી ફાર્મસી. એમાં ચોતરફ જાતજાતની કવિતાઓની બુક્સ છે. તેમને ત્યાં આવતા દરદીઓને આ કવિયત્રી પોએટિક કન્સલ્ટેશન આપે છે. તેમના દરદીઓ સાથે કન્સલ્ટિંગ રૂમમાં પહેલાં તેઓ દરદીના મનની વાત સાંભળે છે અને એ પછી તેમની માનસિક અવસ્થાને અનુરૂપ મેડિસિન જેવું કામ કરે એવી કોઈ કવિતા કાઢીને તેમને સંભળાવવામાં આવે છે.
પ્રત્યેક વ્યક્તિને કઈ કવિતાનું પ્રિસ્ક્રિપ્શન કામ લાગશે એ નક્કી કરવાનું કામ કવિયત્રીનું છે અને બહેન એવું માને છે કે તેઓ એ કામ અસરકારક રીતે કરી શકે છે. તેમનું કહેવું છે કે જ્યારે તેઓ કોઈકને દવા તરીકે એક કવિતા આપે છે ત્યારે દરદીઓ એને વારંવાર દોહરાવે છે.
આ પણ વાંચો : તામિલનાડુના આ સેલૉંમાં પુસ્તક વાંચનારા ગ્રાહકને 30 ટકા ડિસ્કાઉન્ટ મળે છે
તેમના ઘરમાં જ્યાં હંમેશાં નજર પડતી રહે એવી જગ્યાએ એ કવિતા ચિપકાવવામાં આવે છે જેને કારણે દરદીના મૂડ અને બિહિવિયરમાં ઘણો ફરક આવે છે. દેબોરાબહેનના કહેવા મુજબ ડિમેન્શિયા જેવા ડીજનરેટિવ રોગો અને ઇમોશનલ મૂડ ડિસઑર્ડર્સમાં પોતાની કવિતાઓ ખૂબ અક્સીર રહી છે.