ચાર ભેંસોનું અપહરણ કરીને માલિક પાસે ખંડણી માગી
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં રહેતી અંગૂરબાલા હાડા નામની મહિલાને મોડી રાતે એક ફોન આવ્યો જેમાં તેને કહેવામાં આવ્યું કે તારી ચાર ભેંસોનું અમે અપહરણ કરી લીધું છે અને જો એ પાછી જોઈતી હોય તો મોટી રકમ આપવી પડશે. અંગૂરબાલા પાસેથી ભેંસના બદલામાં ખંડણી માગવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ તેની ભેંસો ચોરીને એને પાછી મેળવવા માટે ખંડણી ઊઘરાવવામાં આવેલી. અંગૂરબાલા એક ડેરી ફાર્મની માલિકણ છે અને તેના વાડામાં ખાસ્સીએવી ભેંસો છે. મુર્રાહ નસલની જે ભેંસોનું અપહરણ થયું છે એની કિંમત દોઢથી બે લાખ રૂપિયા જેટલી થાય છે.
આ પણ વાંચો : ગર્ભવતી મહિલાને પેટમાં 315 ગોળી વાગી છતાં બાળક બચી ગયું
ADVERTISEMENT
આ પહેલાં જ્યારે તેની ભેંસો ગાયબ કરવામાં આવેલી ત્યારે તેણે ૧.૩૫ લાખ રૂપિયા ખંડણીના ભર્યા હતા અને બીજા દિવસે કરદી નાકા પરથી તેની ભેંસોને મેળવી હતી. આ વખતે એક વર્ષ પછી ચાર ભેંસો ગૂમ થઈ ગઈ છે અને ફાર્મમાં લગાવેલા કૅમેરામાં ચાર ભેંસોને લઈ જવાઈ રહી છે એ કેદ થયું છે. જોકે અપહરણકર્તાઓ આ વખતે બહુ મોટી રકમ માગી રહ્યા હોવાથી અગૂંરબાલાએ પોલીસને વાત જણાવી છે.