જુઓ સ્ટ્રેસ ઘટાડવા માટે ગળે વળગીને મ્યુઝિક વગાડે એવો બૉયફ્રેન્ડ
સ્ટ્રેસ ઘટાડવા માટે ગળે વળગીને મ્યુઝિક વગાડે એવો બૉયફ્રેન્ડ
જપાનની એક વિડિયો ગેમ કંપની લેવલ-ફાઇવ અને ઓતોમે યુશા ઍપે સાથે મળીને એક એવો બૉયફ્રેન્ડ બનાવ્યો છે જે છોકરીઓને ગળે વળગીને સુકૂન આપે છે અને એનાથી તેમનો સ્ટ્રેસ ઘટી જતો હોવાનો દાવો પણ કરાય છે. અલબત્ત, આ કોઈ માણસની સર્વિસ નથી, પરંતુ એક ડિવાઇસ જેવું છે. એમાં બે હાથ અને તકિયા જેવો આકાર છે. તકિયા પર હીરો ઑફ મેડન્સના મુખ્ય પાત્રનો ચહેરો સ્કૅચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસનું નામ છે બૉયફ્રેન્ડ હગ સ્પીકર્સ. આ બૉયફ્રેન્ડ તમને પાછળથી બાંહોમાં પકડી લેતો હોય એમ સુકૂન આપે છે અને તેને ગળે લગાવતાં જ એમાં લાગેલા બ્લુટૂથ સ્પીકર્સમાંથી મ્યુઝિક વાગવા લાગે છે. મ્યુઝિકમાં પુરુષનો અવાજ છે. જો તમને આવી કમ્ફર્ટ આપતો બૉયફ્રેન્ડ જોઈતો હોય તો એ વેચાતો મળે એમ નથી. કંપનીએ આવો એક જ સેટ બનાવ્યો છે જે હાલમાં વેચાણ માટે નથી. જોકે એ જીતી શકાય એમ છે અને એ માટે ટ્વિટર પર એક કૉમ્પિટિશન શરૂ થઈ છે.
આ પણ વાંચો : તરસ્યો હાથી વૉશ બેસિનનો નળ ચાલુ કરીને પાણી પીવા લાગ્યો
ADVERTISEMENT
આ સ્પર્ધાના લકી વિનરને આ બૉયફ્રેન્ડ મળશે અને વિનરની જાહેરાત નવમી ઑગસ્ટે થવાની છે. નવાઈની વાત એ છે કે બૉયફ્રેન્ડ હગ સ્પીકરની વાત જાણ્યા પછી અનેક યુવકોએ કંપનીને આવી ગર્લફ્રેન્ડ બનાવવાની પણ ગુજારિશ કરી છે. જેમાં બ્લુ ટૂથ સ્પીકર્સ ફીમેલ વૉઇસમાં બોલે અને ગીતો વગાડે તો યુવકોને પણ એકલતા અને સ્ટ્રેસમાં મદદ મળી શકે છે.