એકતાયાત્રામાં અલ્પેશનો હુંકારઃ આસુરી શક્તિનો કરીશું નાશ
અલ્પેશ ઠાકોરે એકતા યાત્રામાં કર્યો હુંકાર
કૉંગ્રેસથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોરે અંબાજીથી એકતાયાત્રાનો પ્રારંભ કર્યો. જે તેના બીજા દિવસે પાલનપુરથી રવાના થઈ. યાત્રાનો પ્રારંભ કરતી વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 'મા અંબાના દર્શન કરીને યાત્રાનો આરંભ કર્યો છે અને અમે આસુરી શક્તિનો નાશ કરીશું'. અલ્પેશ ઠાકોરે એવો પણ હુંકાર કર્યો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમારું પ્રભુત્વ છે.
અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનું વિવિધ સમાજો સ્વાગત કરી રહ્યા છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ સહિત ઓબીસી સમાજના લોકો જોડાઈ રહ્યા છે.અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આક્ષેપ કરનારાઓ તેમનું કામ કરે છે. મારુ કામ સમાજના વિકાસ માટેનું છે. ઠાકોર સેના કોઈ વ્યક્તિથી ચાલતુ સંગઠન નથી. એક વિચારધારાથી ચાલતુ સંગઠન છે. શિક્ષણ, વ્યસન મુક્તિ અને રોજગારીના મુદ્દે ચાલતુ આ સંગઠન છે. અમે આ યાત્રાથી લોકોને એકતાનો પરચો આપ્યો છે. અમારુ કામ સમાજના વિકાસ માટે છે. તેમજ સમાજને વિકાસની દિશામાં આગળ લઈ જઈશું.
આ પણ વાંચોઃ ગુજકેટની તારીખોમાં ફરી ફેરફારઃ 23 એપ્રિલે લેવાશે પરીક્ષા
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું હતું કે, મા અંબાના દર્શન કરીને યાત્રાનો આરંભ કર્યો છે. અમે અસુરી શક્તિનો નાશ કરીશું. આ કોઈ વ્યક્તિ ગત નહીં સામાજીક મુદ્દો છે. ઠાકોર સેના અને ઓબીસી સમાજનું પ્રભુત્વ ફક્ત ઉત્તર ગુજરાતમાં જ નહીં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છે. મારી ઠાકોર સેનાને તોડવાનો કોઈ પ્રયાસ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. આ કોઈ શક્તિ પ્રર્દશન નથી. સમાજની એકતા માટેનો પ્રયાસ છે.