મુંબઈ: રેલવે-સ્ટેશનો પર લીંબુ-શરબત વેચવા પર પ્રતિબંધ
લીંબુ-શરબતના વેચાણ પર પ્રતિબંધ
બે દિવસ અગાઉ કુર્લા રેલવે-સ્ટેશન પર સ્ટૉલના રૂફટૉપ પર બેસી અનહાઇજીનિક રીતે લીંબુ-શરબત બનાવતી વ્યક્તિનો વિડિયો વાઇરલ થયા બાદ ગઈ કાલે રેલવે ઑથોરિટીએ આદેશ જાહેર કર્યો છે કે હવેથી કોઈ પણ રેલવે-સ્ટેશન પર લીંબુ-શરબતનું વેચાણ કરવું પ્રતિબંધિત છે. જોકે પૅકિંગવાળી બૉટલનું લીંબુ-શરબત વેચી શકાશે.
તાજું બનેલું લીંબુ-શરબત અનહાઇજીનિક રીતે બનાવવામાં આવે છે એમ જણાવીને રેલવેએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે ‘સ્ટૉલધારકો નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા. તેથી પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે લીંબુ-શરબતના વેચાણ પર પ્રતિબંધ મુકાશે. જોકે કાલા ખટ્ટા, ઑરેન્જ જેવાં શરબતોનું વેચાણ કરી શકાશે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ટેનન્ટ્સને મિલિંદ દેવરાનું વચન: સમસ્યાનું કરીશ નિરાકરણ
દરમ્યાન વડાલા ગવર્નમેન્ટ રેલવે પોલીસે અસ્વચ્છ રીતે જૂસ બનાવતી બે વ્યક્તિની અટકાયત કરી હતી. મોહમ્મદ આલમ અન્સારી અને છાંગ મુજવા નામની આ વ્યક્તિ કુર્લામાં રહે છે.