શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદી-શાહે તૈયાર કર્યો મંત્રીમંડળનો ફૉર્મ્યુલા
મોદી-શાહે તૈયાર કર્યો મંત્રીમંડળનો ફૉર્મ્યુલા
નવા મંત્રીમંડળના ગુરૂવારે આયોજિત થનારા શપથ ગ્રહણ સમારોહ પહેલા મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(narendra modi) અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ(amit shah) વચ્ચે લાંબી બેઠક થઈ. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મંત્રીમંડળના ભવિષ્યના સ્વરૂપને લઈને આખી યોજના બનાવવામાં આવી છે. બુધવારે સાંજ સુધીમાં ભાવી મંત્રીઓને તેની જાણકારી આપી દેવામાં આવશે. ભાજપની મોટી જીત બાદ મંત્રીમંડળને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.
બે દિવસ પહેલા વડાપ્રધાનની તરફથી તમામ સાંસદોને આગાહ કરવામાં આવ્યા હતા કે તેઓ કોઈ પણ પ્રકારની દબાણની રાજનીતિથી બચે. તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે મંત્રીઓને લઈને જે પણ નિર્ણય લેવામાં આવશે તે એક માપદંડ અંતર્ગત હશે.
મંગળવારે સાંજે વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ વચ્ચે ચાર કલાકથી વધુ લાંબી બેઠક ચાલે. જેમાં માપદંડ પર નક્કી થયા અને ભાવી મંત્રીઓના નામ પણ. ભાજપની સાથે-સાથે સહયોગી દળોના તરફથી આવેલા નામો પર ચર્ચા થઈ અને જીતેલી બેઠકોના આધાર પર મંત્રીઓની સંખ્યા અને ફૉર્મ્યૂલા પણ નક્કી થશે.
નવા મંત્રીમંડળમાં શાહ સામેલ થશે કે નહીં
સૂત્રોના અનુસાર, નવા મંત્રીમંડળમાં મોટાભાગના જૂના ચહેરાઓ સામેલ રહી શકશે, પરંતુ સૌથી મોટી ચર્ચા એ છે કે ખુદ અમિત શાહ મંત્રીમંડળમાં સામેલ થશે કે નહીં.
શપથગ્રહણ સમારોહ માટે તમામ રાજ્યોના CMને આમંત્રણ
વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં શપથગ્રહણ સમારોહ માટે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુરૂવારે સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ અને મ્યાનમારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામે તેમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે.

