મુંબઈ: થાણેના મોલમાં ઘૂસ્યો દીપડો, ફોરેસ્ટ અધિકારીઓએ છોડાવ્યો
થાણેના મોલમાં જોવા મળ્યો દીપડો
બુધવારની વહેલી સવારે લગભગ 5.30 વાગે મુંબઈના થાણેમાં આવેલા કોરમ મોલના બેઝમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડને એક દીપડો ફરતો જોવા મળ્યો હતો. પાર્કિંગ એરિયાના એક્ઝિટ ગેટ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં આ દીપડાની હિલચાલ કેદ થઈ હતી. આખરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે દીપડાને શાંત કર્યો હચો અને પછી ગીચ માનવવસ્તી ધરાવતા વિસ્તારમાંથી તેને છોડાવ્યો હતો.
આ પણ વાંચો: 2500 કિલો નકલી પનીર બાદ હવે વસઈમાં 250 કિલો અખાદ્ય મીઠાઈ જપ્ત
ADVERTISEMENT
સિક્યોરિટી ગાર્ડે સીસીટીવીમાં દીપડાને જોયા પછી આ બાબતની જાણકારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP)ના અધિકારીઓને આપી હતી. એક વેટરનિટી ડોક્ટર પર સ્થળ પર પહોંચ્યા હતા. જોકે મળતા રિપોર્ટ પ્રમાણે, આખી સવાર ઝીણવટભરી તપાસ પછી પણ દીપડો પકડમાં આવ્યો ન હતો. આખરે બપોરે 12 વાગ્યે ફોરેસ્ટ અધિકારીઓ દીપડાને ટ્રાન્ક્વિલાઈઝ કરવામાં સફળ રહ્યા હતા.