જ્યારે લગ્ન માટે પરિવાર સામે લડ્યા પ્રિયંકા, જાણો કેવી છે અંગત જિંદગી
6 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા
લાંબા સમયથી પક્ષના કાર્યકર્તાઓની માગ બાદ આખરે પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને પક્ષના મહાસચિવ બનાવ્યા છે, સાથે જ તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ છે.
લાંબા સમયથી પક્ષમાં પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપવા માગ થતી હતી. પ્રિયંકા ગાંધીમાં કાર્યકર્તાઓ તેમના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની છબી જોતા આવ્યા છે. કાર્યકર્તાઓ પણ તેમની એન્ટ્રીથી ઉત્સાહિત છે. સાથે જ તેમના ભાષણોને પણ વધુ પ્રભાવી મનાય છે. અલ્હાબાદની પુત્રી પ્રિયંકા ગાંધીના લગ્ન પશ્ચિમી યુપીના મુરાદાબાદમાં રહેતા રોબર્ટ વાડ્રા સાથે થયા છે, તેમના બે બાળકો પણ છે.
ADVERTISEMENT
- 12 જાન્યુઆરી 1972ના રોજ જન્મેલી પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીના મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે. બાદમાં તેમણે દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી સાયકોલોજીની ડિગ્રી મેળવી હતી.
- પ્રિયંકા રોબર્ટ વાડ્રાને પહેલીવાર 13 વર્ષની ઉંમરમાં મળ્યા હતા. પ્રિયંકા ગાંધીએ જ રોબર્ટ વાડ્રા સાથે મિત્રતાની શરૂઆત કરી હતી. બાદમાં 1997માં બંનેના લગ્ન થયા.
- પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા લગ્ન પહેલા 6 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બાદમાં તેમણે પોતાના પરિવારને આ સંબંધ અંગે જાણ કરી. જો કે ગાંધી પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો હતો. પરંતુ દાદી ઈન્દિરાની જેમ જ પ્રિયંકા ગાંધી પણ રોબર્ટ વાડ્રા માટે પરિવાર સામે લડ્યા હતા. આખરે પરિવારે તેમની વાત માનવી જ પડી.
- પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાના લગ્ન લૉ પ્રોફાઈલ રખાયા હતા. લગ્નમાં માત્ર 150 મહેમાનોને જ આમંત્રણ અપાયું હતું. આ મહેમાનોમાં બચ્ચન પરિવાર પણ સામેલ હતો.
- પ્રિયંકા ગાંધીનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાનું ચર્ચાતું હતું, પરંતુ હવે તેમનો સૌમ્ય સ્વભાવ લોકોને આકર્ષિત કરે છે. કહેવાય છે કે તેઓ નિયમિત રીતે યોગ પણ કરે છે.
- પ્રિયંકા ગાંધીને ફોટોગ્રાફી, કૂકિંગ અને વાંચવું ગમે છે. તેમને બાળકો પણ ખૂબ પસંદ છે. તેમણે જ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના બેઝમેન્ટમાં બાળકો માટે લાઈબ્રેરી શરૂ કરાવી છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા કૉંગ્રેસનો માસ્ટર સ્ટ્રોકઃ પ્રિયંકા ગાંધી બન્યા કૉંગ્રેસના મહાસચિવ
- પ્રિયંકા ગાંધી અત્યાર સુધી માત્ર રાયબરેલી અને અમેઠીમાં જ રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. રાયબરેલીમાં તે પોતાના મમ્મી સોનિયા ગાંધી અને અમેઠીમાં રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરતા હતા. પરંતુ હવે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતારી દીધા છે.