15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2, રવિવારથી થશે કાઉન્ટ ડાઉન શરૂ
15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2
Indian space research orgonisation (ISRO)ના મિશન ચંદ્રયાન-2ની ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. ઈસરોના પ્રમુખ ડૉ. કે.સિવનને ચંદ્રયાન-2 વિશે માહિતી આપતા કહ્યું હતું કે, મિશનના 20 કલાકનું કાઉન્ટડાઉન 14 જુલાઈ સવારે 6.51 વાગે શરૂ થવાની સંભાવના છે. ચંદ્રયાન-2 15 જુલાઈએ 2 વાગ્યે 51 મિનિટે શ્રી હરિકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. વિદેશી મીડિયા અનુસાર આ મિશનને જોખમભર્યું અને પડકારભર્યું કહ્યું છે.
ISRO સૌથી તાકાતવર GSLV MK-III રોકેટ લોન્ચ વ્હીકલથી ચંદ્રયાન-2 લોન્ચ કરશે જેને બાહુબલી નામ આપવામાં આવ્યું છે. કે.સિવને કહ્યું હતું કે, ચંદ્રયાન-2 વિશેની તમામ માહિતી જાહેર છે. રોકેટ બાહુબલીનું વજન 640 ટન છે જેને અત્યાર સુધીનું સૌથી ઉચુ લોન્ચર કહેવામાં આવી રહ્યું છે. આ લોન્ચરની ઉચાઈ 44 મીટર છે જે 15 માળ ઉચી બિલ્ડીંગ જેટલું છે. આ રોકેટ 4 ટન વજનના સેટલાઈટને લઈ જવામાં સક્ષમ છે. આ રોકેટ લોન્ચરમાં 3 ચરણવાળું એન્જીન લાગ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચંદ્ર પર લહેરાશે ભારતનો તિરંગો, આ વર્ષે જુલાઈમાં લૉન્ચ થશે ચંદ્રયાન-2
GSLV MK-III પોતાની સાથે 3.8 ટન વજન વાળા ચંદ્રયાન-2 સ્પેસક્રાફ્ટને લઈ જશે. બાહુબલીને બનાવવા માટે 375 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ચંદ્રયાન-2 6 કે 7 સપ્ટેમ્બરે ચાંદની સપાટી પર લેન્ડ કરશે. ચંદ્રયાન-2 ભારત માટે મહત્વનું મિશન માનવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરશે અને ચંદ્રમાંની સપાટી વિશે માહિતી મેળવશે. ચંદ્રયાન-2 ચંદ્રના એવા ભાગમાં ઉતારવામાં આવી રહ્યું છે જ્યા આજ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી.

