વડોદરા : કોંગ્રેસે ઢોલ નગારા વગાડી સરકારનો કર્યો વિરોધ
કોંગ્રેસે ઢોલ નગારા વગાડી કર્યો વિરોધ
લોકસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક કાર્યકર્તાઓ પોતાના પક્ષનો પ્રચાર કરવા માટે નીકળી પડ્યા છે. તેવામાં શુક્રવારે ગુજરાતના વડોદરા કોંગ્રેસે જનતા વચ્ચે જઇને અનોખો પ્રચાર કર્યો હતો. શહેરમાં છેલ્લા ઘણા સમયથી થઇ રહેલ ગટરનું ગંદુ પાણીના વિતરણને લઇને કોંગ્રેસે શહેરમાં ઠોલ નગારા વગાડીને સરકારનો વિરોધ કર્યો હતો.
શહેરમાં આપવામાં આવતું હતું ગટરનું ગંદું પાણી
ADVERTISEMENT
વડોદરાના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં ગટરનું ગંદા પાણીનું વિતરણ થઈ રહ્યાની ફરીયાદો ઉઠી છે. જેને પગલે સ્થાનિક રહીશોએ વારંવાર વોર્ડ કચેરીએ રજૂઆત કરી હતી. પણ તંત્રના બહેરા કાને આ રજૂઆતોની કોઈ અસર ન થતાં શુક્રવારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો.
કોંગ્રેસે ઢોલ નગારા વગાડી કર્યો વિરોધ
વડોદરા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે ઢોલ નગારા સાથે શહેરમાં રેલી કાઢી હતી અને તેઓ રેલી સ્વરૂપે પાલિકા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. અહીં, તેમણે શહેરના રહીશોને પીવાનું શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શહેરની અંદર પાણીની સમસ્યા વિકટ બની રહી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી તો આવે છે. જે પાણી આવે છે તે પણ ગંદુ અને દૂષિત આવે છે, જેના કારણે વિસ્તારમાં રહેતા રહીશો ઝાડા ઉલ્ટી જેવી ગંભીર બીમારીમાં સપડાયા છે.
આ વિસ્તારોમાંથી ગંદા પાણીની વધુ ફરીયાદો
શહેરના પૂર્વ વિસ્તારોમાં મોગલવાડા, ખાટકીવાડ, પાણીગેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ અને સોમા તળાવ તરફ રહેતા રહીશોને જીવાત વાળું, ગંદુ અને દૂષિત પાણી વિતરિત કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પહેલીવાર PUB G રમતા યુવકોની થઇ ધરપકડ
જ્યારે પણ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાય છે ત્યારે તેઓ ઉડાઉ જવાબ આપીને છૂટી જતા હોય છે. પાલીકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધિકારીઓના ઉડાઉ જવાબને આગળ રાખી ચીમકી ઉચ્ચારી છે કે, જો પાલિકાના અધિકારીઓ અને ઇજનેરો પીવાનું શુદ્ધ પાણી નજીકના દિવસોમાં નહિ આપે તો દૂષિત અને ગંદુ પાણી પાલિકાના અધિકારી અને ઇજનેરોને પીવડવામાં આવશે.