વિદાય લેતા શ્રાવણની પ્રસાદીરૂપે કચ્છમાં મેઘમહેર
અદ્ભુત : ગઈ કાલે વરસાદને કારણે ભુજનું આકાશ કંઈક આવું હતું.
શ્રાવણની અંતિમ સવારીની અંતિમ પ્રસાદીરૂપે ગઈ કાલે સરહદી જિલ્લા કચ્છમાં મીઠા મેઘ વરસ્યા હતા અને ખાસ કરીને પૂર્વ કચ્છમાં અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતાં ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને થોડી વારમાં અષાઢી માહોલ સર્જાયો હતો. ભચાઉમાં ૬૩ મિમી, નખત્રાણામાં ૨૨ મિમી, માંડવીમાં ૧૭ મિમી વરસાદ નોંધાયો હતો; જ્યારે બપોરથી સાંજ સુધીમાં ભુજમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં અંજાર, લખપત અને મુન્દ્રામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે.