4 સિંહોએ ખાંભા ગામને બાનમાં લીધું, વન વિભાગમાં દોડધામ મચી
સિંહ
ખાંભાના રાયડી ગામની પ્રાથમિક સ્કૂલના એક ઓરડામાં બે સિંહબાળે ધામા નાખ્યા છે. બીજી તરફ આ જ ગામમાં રહેતા ભીખાભાઈ દેવજીભાઈ બરવાળિયાના પડતર મકાનમાં બે સિંહોએ ધામા નાખ્યા છે. આમ ૪ સિંહોએ ગામને બાનમાં લીધું હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. વન વિભાગની ટીમે દોડી આવી ચારેય સિંહોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
રાયડી ગામની સ્કૂલમાં ૧૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે સિંહબાળ આવી ચડતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ શાંતિભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે સ્કૂલની હાલત એટલી જર્જરિત છે કે સ્લૅબના પોપડા પડી રહ્યા છે. સિંહો માટે પણ આ સ્કૂલના જર્જરિત રૂમ મોત સમાન હાલ જોવા મળી રહ્યા છે. આ ખંડેર હાલતમાં આવેલી સ્કૂલને પાડવા માટે ઘણા સમયથી મંજૂરી માગી છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી આપવામાં આવી નથી.
ઇડરની સોસાયટીમાં આંટા મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ, રહીશોમાં ફફડાટ
ADVERTISEMENT
સમગ્ર ગુજરાતમાં દીપડાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અરવલ્લીની ગિરિમાળાઓમાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરતા હોવાથી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અરવલ્લીની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વાર માનવ વસાહતમાં ઘૂસી જઈ પશુઓનું મારણ કરી હોવાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે ત્યારે ઇડરના રહેણાક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં આંટો મારતો દીપડો સીસીટીવીમાં કેદ થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.