પાલઘરના ઉદ્યોગોને કામકાજ શરૂ કરવાની તૈયારી આરંભવાનું જણાવાયુ
ફાઈલ તસવીર
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોને અનુલક્ષીને પાલઘરના વહીવટી તંત્રએ ઉદ્યોગગૃહોને કામકાજ શરૂ કરવા માટેની તૈયારી આરંભવાનું જણાવ્યું છે.
પાલઘરના કલેક્ટર કૈલાશ શિંદેએ બોઇસર, પાલઘર, વસઈ, વાડા અને દહાણુ વિસ્તારનાં ઉદ્યોગગૃહોને એક પત્ર દ્વારા જો ૨૦ એપ્રિલથી કામકાજ શરૂ કરવાનું કહેવાય તો એ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
ગ્રામીણ વિસ્તારનાં ઉદ્યોગગૃહોને મર્યાદિત કર્મચારીઓ સાથે કામ શરૂ કરવા તેમ જ આ કર્મચારીઓને રહેઠાણની અથવા તો અવરજવર માટે વાહનની સુવિધા પૂરી પાડવા જણાવાયું હતું.
ગૃહ મંત્રાલયે ૧૫ એપ્રિલે એક પત્ર દ્વારા જે ઉદ્યોગગૃહોને કામ કરવાની છૂટ આપવામાં આવશે તેમના માટેની માર્ગદર્શિકા તૈયાર કરી હતી, જે મુજબ મહાપાલિકા અને મહાનગરપાલિકાની હદની બહારના ગ્રામીણ વિસ્તારમાં આવેલાં ઉદ્યોગગૃહોને કામ કરવાની છૂટ આપવામાં આવશે.