અમદાવાદ : ઇમરજન્સીમાં આવતા ફાયરસ્ટેશનના કર્મીઓ હવે 3 શિફ્ટમાં કામ કરશે
ફાયર સ્ટેશન
અમદાવાદ ફાયર સ્ટેશનના કર્મચારીઓ માટે સમાચાર આવી રહ્યા છે. શહેરમાં ઇમરજન્સી સેવા આપતા ફાયરબ્રિગેડના 4 સ્ટેશનોમાં કર્મચારીઓ હવેથી ત્રણ શિફ્ટમાં કામ કરવાની તમામને સુચના આપવામાં આવી છે. એટલે કે હવે આ ચાર ફાયર સ્ટેશનોના કર્મચારીઓ માત્ર 8 કલાક જ કામ કરી શકશે. આ અંગેચીફ ફાયર ઓફિસરે દસ્તુરે માહિતી આપી હતી.
ADVERTISEMENT
શું કહ્યું ચીફ ફાયર ઓફિસરે....
ચીફ ફાયર ઓફિસરે દસ્તુરના જણાવ્યા પ્રમાણે હવેથી ઇમરજન્સી ફાયર સ્ટેશનના કર્મચારીઓ આઠ કલાકની શિફ્ટમાં કામ કરશે. એટલે કે આ સ્ટેશનોમાં ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરશે. આ સ્ટેશનના કર્મચારીઓને જો રજા લેવી હોય તો તેમણે દાણાપીઠ કંટ્રોલ રૂપ ખાતે રજા મુકવાની રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ તમામ ત્રણેય ફાયર સ્ટેશનો ઇમરજન્સીમાં હોવાથી ત્યાના કર્મચારીઓએ રજા માટે પહેલાથી જ રજા રીપોર્ટ મુકવો પડશે. જેથી જ્યારે ઇમરજન્સી આવે ત્યારે કોઇ અડચણ ઉભી ન થાય.
જાણો, શહેરમાં ક્યા ઇમરજન્સી ફાયર સ્ટેશનો છે
શહેરમાં મણિનગર, ઓઢવ, શાહપુર અને નવરંગપુરા ઇમનજન્સી ફાયર સ્ટેશનો છે. આ તમામ સ્ટેશનોમાં હવેથી ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરશે. આ ફાયર સ્ટેશનમાં ત્રણ શીફ્ટનો નિર્ણય ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા ચીફ ફાયર ઓફિસરે કર્યો છે. ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે, કર્મચારીઓનું કહેવું હતું કે, 8 કલાક ટ્રાયલ બેઝ પર કર્યું છે. પણ હાજર તો તેમને રહેવાનું જ છે. બોલાવીએ ત્યારે તેમણે કામ પર હાજર થઇ જવાનું રહેશે.
કવાર્ટસની સમસ્યા ઊભી થઈ શકે છે
કોઇપણ કોલમાં ફાયરનો સ્ટાફ તાબડતોબ હાજર રહી શકે તે હેતુથી જ તેમને સ્ટેશન પર જ કવાર્ટસ આપવામાં આવે છે. આઠ કલાકની ડયૂટીને લઇને ભવિષ્યમાં કવાર્ટસનો ઇસ્યુ ઊભો થઇ શકવાની સંભાવના રહેલી છે.