Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબમાં ડ્રગ અધિકારી નેહા શૌરીની હત્યાથી ચકચાર

પંજાબમાં ડ્રગ અધિકારી નેહા શૌરીની હત્યાથી ચકચાર

Published : 30 March, 2019 05:14 PM | IST | મોહાલી

પંજાબમાં ડ્રગ અધિકારી નેહા શૌરીની હત્યાથી ચકચાર

નેહા શૌરીની કરવામાં આવી હત્યા

નેહા શૌરીની કરવામાં આવી હત્યા


દાયકા જૂની દુશ્મનીના કારણે પંજાબમાં થયેલી ડ્રગ ઈન્સ્પેક્ટરની હત્યાએ તમામ લોકોને હચમચાવીને રાખી દીધા છે. દુશ્મનીના કારણે એક શખ્સે ઝોનલ લાઈસન્સિંગ ઓથૉરિટીના પદ પર તહેનાત મહિલા અધિકારી નેહા શૌરીની હત્યા કરી દીધી. નેહાએ 2009માં ડ્રગ ઈન્સ્પેક્ટરના પદ પર હતા ત્યારે આરોપીની દવાની દુકાનનું લાઈસન્સ કેન્સલ કરી નાખ્યું હતું, જે બાદ તે નેહા સાથે દુશ્મની રાખવા માંડ્યો હતો. ઘટના બાદ દેશભરમાં લોકોનો સોશિયલ મીડિયા પર ગુસ્સો ફૂટી પડ્યો છે અને લોકો તેના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.


બાયોકૉનના ચેરમેન કિરણ મજૂમદાર શૉએ લખ્યું કે, 'બહુ જ હેરાન કરી દેનારી ઘટના છે. આખરે ક્યાં છે કાયદો-વ્યવસ્થા? નેહાને શ્રદ્ધાંજલિ, જેમણે કાયદાનું પાલન કરાવતા કરાવતા પોતાનો જીવ આપી દીધો.'





પાકિસ્તાનના પત્રકાર હામિર મીરે નેહાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, 'બહાદુર અને ઈમાનદાર મહિલા અધિકારી નેહાને સલામ, જેમણે ડ્રગ માફિયાથી અન્ય લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો.'



પૂર્વ સ્પેશિયલ ફોર્સિસના અધિકારી અને હાલમાં જ ભાજપમાં સામેલ થયેલા મેજર(રિટાયર્ડ) સુરેંદ્ર પૂનિયાએ લખ્યું, સરકારી અધિકારી નેહાની એક ગેરકાયદે દવા રાખનારી દુકાનનું લાઈસંસ રદ્દ કરવા બદલ હત્યા કરવામાં આવી. બહાદુર ઑફિસર નેહાએ હજારો જિંદગીઓ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો. નેહા, તમે દેશના યુવાઓ માટે એક હીરો છે.


પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબ પોલીસના ડીજીપીને ટેગ કરતા કહ્યું કે, 'મહેરબાની કરીને આ મામલાની તપાસ કરો અને સુનિશ્ચિત કરો કે ન્યાય મળે.'


ઑફિસમાં ભત્રીજીની સામે કરવામાં આવી હત્યા

પંજાબ પોલીસનું કહેવું છે કે 2009માં દવાની દુકાનનું લાઈસન્સ કેન્સલ કરવાના કારણે બલવિંદર નેહા શૌરીની સામે બદલાની ભાવના ધરાવતો હતો. શુક્રવારે સવારે જ્યારે નેહા ખરડમાં આવેલી પોતાની ઑફિસમાં હાજર હતી ત્યારે આરોપી સવારે 11 વાગ્યેને 40 મિનિટે તેમના કાર્યાલયમાં ઘુસીને .32 બોરની લાઈસન્સ્ડ રિવૉલ્વરથી ત્રણ ગોળીઓ મારીને તેની હત્યા કરી દીધી. બલવિંદર બેગમાં રિવૉલ્વર લઈને આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઘટના સમયે કાર્યાલયમાં એક જ સુરક્ષાકર્મી તહેનાત હતા, પણ તે બલવિંદરને જોઈ ન શક્યો.

આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નેહા પર જ્યારે હુમલો થયો, ત્યારે તેઓ પોતાની 3 વર્ષની ભત્રીજી સાથે વાત કરી રહી હતી. હુમલાખોરે બાળકીની સામે જ નેહાને ત્રણ ગોળીઓ મારી. એક ગોળી છાતી પર, બીજી ચહેરા પર અને ત્રીજી ખભા પર રાખી. જેનાથી તેમનું ઘટના સ્થળે મોત થઈ ગયું.

2009માં કેન્સલ કર્યું હતું લાઈસન્સ, 2019માં લીધો બદલ

નેહા 2016થી ઝોનલ લાઈસેન્સિંગ ઑથોરિટીના પર પદ તહેનાત હતા. પોલીસે જણાવ્યું તે હત્યાનો મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શરૂઆતી તપાસમાં ખબર પડી કે આરોરી બલવિંદર મોરિંડામાં દવાની દુકાન ચલાવતા હતા અને 2009માં નેહાએ તેમની દુકાન પર રેડ કરી હતી. નેહાએ ત્યાંથી કથિત રીતે નશીલી દવાઓ જપ્ત કરી હતી. જે બાદ નેહાએ તેની દવાની દુકાનનું લાઈસન્સ રદ્દ કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મહિલા અધિકારીની હત્યાની જલ્દી તપાસ કરવીના આદેશો આપ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2019 05:14 PM IST | મોહાલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK