તમને બધા જ દિવસ એકસરખા લાગે છે?
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ સાયન્સ
બહુ જાણીતી ઉક્તિ છે કે એકસરખા દિવસ કોઈના રહેતા નથી. જે આવે છે એ જાય છે. જીવનમાં બહુ લાંબા સમય સુધી કશું સ્થિર રહેતું નથી. રોજ દિવસ ઊગે અને રાત પડે. વળી નવો દિવસ અને ફરી રાત. આ ચક્ર ચાલ્યા જ કરે છે.
ADVERTISEMENT
જીવનના આ ચક્રમાં સાથે-સાથે થાક, કંટાળાનું ચક્ર પણ વણાતું જાય છે. કેટલાય લોકોના મોઢે સાંભળવા મળે કે લાઇફમાં એકનું એક જ રૂટીન ચાલે છે. બધા દિવસ સરખા જ લાગે છે. એકસરખા રૂટીનથી માણસને કંટાળો આવવા લાગે એ સ્વાભાવિક છે.
જુદા-જુદા લોકોનો કંટાળો જુદો-જુદો હોય. સ્ત્રીઓને મોટા ભાગે સાંજે રસોઈમાં શું બનાવવું એ પ્રશ્નનો કંટાળો સતાવતો હોય. બાળકોને હોમવર્કનો કંટાળો આવતો હોય. કોઈકને સ્કૂલ જવાનો કંટાળો આવે. નોકરિયાતને ઑફિસ વર્કનો કંટાળો આવતો હોય. વડીલોને નિવૃત્તિનો કંટાળો હોય. દરેક ઉંમરે કંટાળો પગપેસારો તો કરી જ લે છે.
કામ પતી જાય અને કંટાળો આવે એટલે આપણે ટીવી જોઈએ. કાં તો મોબાઇલની દુનિયામાં ખોવાઈ જઈએ. ફૉર્વર્ડેડ મેસેજિસ વાંચવામાં અને એને બીજાને ફૉર્વર્ડ કરવામાં સમય પસાર કરીએ. ફોન પર લાંબી વાત કરવા લાગીએ. આવી આદત માત્ર સ્ત્રીઓને જ હોય છે એવું નથી. મેસેજિસની દુનિયાની માયાથી સ્ત્રી હોય કે પુરુષ, બાળકો હોય કે યંગસ્ટર્સ અને હવે ઘણાખરા વડીલો પણ બાકાત નથી રહી શકતા. સમય પસાર કરવા ઇલેક્ટ્રૉનિક સાધનોનો સધિયારો આખરે તો હાનિકારક જ છે.
અમુક લોકો સરસ મજાના વેકેશનની મજા માણીને આવ્યા હોય તોય એ રજાનું વિવરણ એવી રીતે કરે જાણે સજા ભોગવીને આવ્યા હોય. અરે! ફલાણી જગ્યા તો એટલી દૂર કે ન પૂછો વાત. અરે! ઢીંકણી જગ્યા પર એટલી ભીડ હતી કે અમે તો કંટાળી ગ્યા. દરેક જગ્યાનું સૌંદર્ય જોવાની જગ્યાએ જે લોકો માત્ર સગવડને જ પ્રાધાન્ય આપે છે એ લોકો દુનિયાના કોઈ પણ ખૂણે ફરી આવે, અસંતોષી જ રહેવાના. સગવડની અપેક્ષા ઘરમાં રાખો ત્યાં સુધી ઠીક છે, પણ બહાર નીકYયા પછી જરાય અગવડ જ ન પડે એવો આગ્રહ માણસની દુનિયા જોવાની દૃષ્ટિને સંકુચિત બનાવી દે છે. ઘરની બહાર નીકળી આપણે નવી જગ્યાએ જઈએ, નવા લોકોને મળીએ ત્યારે રોજ જે રૂટીન લાઇફ જીવીએ છીએ એનાથી જુદી રીતે જીવવા તૈયાર રહેવું જોઈએ. રૂટીનમાંથી બહાર નીકળવા બહાર જઈએ અને બહાર નીકYયા પછી ઘરના રૂટીન જેવી જ સગવડની અપેક્ષા કેમ રાખવી જોઈએ? રૂટીન આપણને આપણી અંદર કોઈ બદલાવ મહસૂસ નથી કરાવતું. બદલાવ લાવવા રૂટીનમાંથી બહાર નીકળવું પડે અને બહાર નીકYયા પછી નવું શીખવાની, અનુભવવાની તાલાવેલી રહેવી જોઈએ. તો કંટાળો આપોઆપ ટળી જાય.
ઘરની અંદર ઘરના લોકો સાથે ઍડ્જસ્ટમેન્ટ કરીએ પછી એ આદત બની જાય અને ધીરે-ધીરે એનો પણ કંટાળો આવવા લાગે. એટલે ઘણી વાર બહાર નીકYયા પછી ઍડ્જસ્ટ કરવાનું આવે તો આપણે અકળાઈ જઈએ છીએ. પણ દરેક નવું સ્થળ, દરેક નવી જગ્યા, દરેક નવા લોકો આપણને નવા શોખ કેળવવા, નવી વાતો જાણવામાં મદદરૂપ થાય છે.
શું તમારી પાસે કોઈ એક એવો શોખ છે જે તમારા કંટાળાને બ્રેક કરી શકે? જો ન હોય તો નવો શોખ કેળવવાનું શરૂ કરી દો. કંટાળો ધીરે-ધીરે તમને તમારા રૂટીન કામથી પણ વિમુખ કરી શકે છે. અને માત્ર કંટાળાને બ્રેક કરવા માટે શોખ કેળવવો જોઈએ એવું નથી, એકની એક લાઇફ જીવતાં જો દરેક દિવસ એકસરખો જ ભાસતો હોય તો જાતની અંદર ચેન્જ લાવવાની સખત જરૂર છે, કારણ કે દરેક દિવસમાં કંઈક નવું છુપાયેલું હોય છે. રાતે સૂતાં પહેલાં એક-બે શોખ કે કામ રૂટીનથી અલગ કર્યા હોય તો આત્મસંતોષ સાથે સારી નીંદર આવે.
કંટાળો એક ફીલિંગ છે. એ આદત ન બની જાય એ માટે સાવચેત રહેવું પડે. સતત કામ તથા નિãષ્ક્રયતા બન્ને અવસ્થામાં કંટાળો આવી શકે છે. જે એકધારું ચાલે છે ત્યાં એ પ્રણાલીને તોડવી પડે છે. અને એ પ્રણાલી તોડવા માટે એકધારાપણા પછી એવી ઍક્ટિવિટી હાથ ધરી લેવી જે આપણને બીજા દિવસના રૂટીન કામમાં મનથી પરોવી દે. સોયમાં દોરો પરોવાઈ જાય પછી એના છેડે ગાંઠ મારવી પડે છે. નહીંતર ન તો દોરાનું મહત્વ રહે છે ન તો સોયનું. કપડાં પર દોરાથી ગૂંથણી કરવા માટે દોરાના છેડાની ગાંઠ અનિવાર્ય છે. એવી જ રીતે મનને રૂટીન કામમાંથી બીજા મનગમતા કામમાં પરોવી ગાંઠ વાળી લેવી કે આ કામમાંથી નવો આનંદ ગોતીને જ રહીશું.
આનંદ મનમાં વસતો હોય તો પણ એ મેળવવા માટે નવું શીખતાં રહેવું પડે. કરવા માટે પ્રવૃત્તિઓ એટલીબધી છે કે ‘કંટાળો’ શબ્દની બાદબાકી આપોઆપ થઈ જાય.
આ પણ વાંચો : ઠાકોરસાહેબનો ગામધુમાડો: આખા દેશને સહકુટુંબ અનામત
ફિલ્મો, શૉપિંગ, ગૉસિપિંગ આ બધાં કંટાળો ભગાડવાનાં ક્ષણિક સાધનો છે. સાધનો કરતાં પ્રવૃત્તિ પકડી લઈએ તો એમાંથી જ આનંદ મળતો જશે અને દરેક દિવસ એકસરખો નહીં લાગે.