DPS સ્કુલે નિત્યાનંદ આશ્રમ વિવાદ પર લીધો મહત્વનો નિર્ણય
દિલ્હી પબ્લિક સ્કુલ, અમદાવાદ
અમદાવાદમાં બાળકો ગુમ થવાને લઇને ચાલી રહેલા વિવાદમાં બુધવારે વધુ એક વળાંક સામે આવ્યા બાદ DPS સ્કુલેઆ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલિસે બુધવારે વહેલી સવારે આશ્રમની 2 સંચાલીકાઓની ધરપકડ કર્યા બાદ આશ્રમની જમીન મુદ્રે વિવાદ વધ્યો હતો. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે FRCમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી.
DPS ના પ્રિન્સિપાલે કરી સ્પષ્ટતા
આ મામલે આજે ડીપીએસના પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમે આશ્રમ સાથેનો કરાર હતો તે ટર્મિનેટ કરી દીધો છે. વર્તમાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે, તે જોતાં અમે પાંચ વર્ષની લીઝ હતી તે રદ કરી છે. આ લીઝ જૂનથી શરૂ થઈ હતી. આશ્રમે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે જમીન માગી હતી. જો કે, અમે વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય કર્યો છે. અમે કાયદાનું પાલન કરનારા વ્યક્તિ છીએ. અમારે એમના આશ્રમમાં જવાનું કોઈ કારણ નથી અને વચ્ચે બાઉન્ડ્રી વૉલ હતી. ફ્રી ઑફ કોસ્ટ જમીન આપી હતી અને હવે જમીન ખાલી કરાવવાનો નિર્ણય લઈએ છીએ.
‘વાલીઓએ આ મુદ્દે ગભરાવવાની જરૂર નથી’
નિત્યાનંદ આશ્રમનો વિવાદ ડીપીએસ સ્કુલ સુધી પહોંચતા સ્કુલમાં ભણવા આવતા બાળકોના વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જેને પગલે વાલીઓ થોડા સમયથી બાળકોને સ્કુલે મોકવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા છે. આ ઘટના પગલે DPS સ્કુલના પ્રિન્સિપાલે વાલીઓને જણાવ્યું કે 10 વર્ષથી અમારી શાળા અહીં ચાલે છે. જ્યારે હું 7 વર્ષથી કામ કરૂં છું. વાલીઓએ આ મુદ્દે ગભરાવવાની જરૂર નથી. તમારાં બાળકોને 10 વર્ષમાં કંઈ થયું નથી. તો આગામી સમયમાં પણ કઈ નહીં થાય.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
DPS દ્વારા સીએસઆર હેઠળનો કરાર પણ રદ
આ ઉપરાંત ડીપીએસએ સીએસઆર(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી) પ્રવૃત્તિ હેઠળ નિત્યાનંદ આશ્રમ સાથે કરેલો કરાર રદ કરી દીધો છે. આ સંજોગોમાં હવે નિત્યાનંદ આશ્રમના બાળકો કે જેઓને અત્યારસુધી ડીપીએસ સ્કૂલમાં ભણાવાતા હતા અને સ્કૂલબસમાં નિઃશુલ્ક લાવવા-લઈ જવાની સગવડ અપાતી હતી તે બંધ કરી દેવાશે.