નિત્યાનંદ આશ્રમ વિવાદમાં નવો વળાંક, DPS સ્કુલ શંકાના દાયરામાં આવી
ડિપીએસ સ્કુલ, અમદાવાદ
અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલ નિત્યાનંદ આશ્રમના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ હાથીજણ પાસે હિરાપુર ગામની સીમમાં આવેલી DPS સ્કુલ શંકાના દાયરામાં આવી છે. આજથી 10 મહિના પહેલા આ સ્કુલમાં નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠ આશ્રમની શરૂઆત આ DPS સ્કુલના કેમ્પસમાં કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે આ આશ્રમ અને સ્કુલ કેમ્પસની વચ્ચે કોઇ પણ પ્રકારની દિવાલ ઉભી કરવામાં આવી નથી. આશ્રમ અને સ્કુલમાં લોકો આરામથી અવરજવર કરી શકે છે. જેને લઇને આ સ્કુલ અત્યારે આ કેસમાં ચર્ચાનો વિષય બન્યો છે.
DEO ને પણ હજુ આ અંગે કોઇ જાણ કરવામાં નથી આવી
DPS સ્કુલના કેમ્પસમાં આશ્રમ ચાલુ કરવાને લઇને DSO ને હજુ સુધી કોઇ પણ પ્રકારની લેખીતમાં જાણકારી આપવામાં નથી આવી. આ અંગે જ્યારે ગુજરાતના જાણીતા અખબારે DSO આર.આર. વ્યાસ સાથે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે શાળાએ આ જગ્યા લિઝથી આપી છે અને તે લિઝનું એગ્રીમેન્ટ માંગ્યું છે. એમે વધુ તપાસ કરી રહ્યા છીએ તે આશ્રમ જે જગ્યાએ છે તે શાળાની જગ્યા છે કે નહીં. જો શાળાની જગ્યા હશે તો તે લિઝન પર કોઇને પણ જગ્યા આપી ન શકે. આ બાબત અમે CBSE ના ધ્યાને મુકીશું.પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈપણ કાગળો રજૂ કરવામાં આવ્યા નથી. તેઓએ આ બાબતે સમય માગ્યો છે. જો શનિવાર સુધી સ્કૂલ દ્વારા કોઈપણ કાગળો રજૂ નહીં કરવામાં આવે તો DEO દ્વારા આ સ્કૂલ કેમ્પસમાં જ આશ્રમ ચાલતો હોવાનું માનીને CBSEને રિપોર્ટ કરી દેવામાં આવશે. મેં પોતે સ્થળ તપાસ કરી લીધી છે.
એપ્રિલના નિત્યાનંદ આશ્રમના કાર્યક્રમ અંગે DPS અજાણ
આ અંગે ડીપીએસના ઉન્મેશ દીક્ષિતે ખુલાસો કર્યો હતો કે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમારી પાસે કેટલાક ખુલાસા માગવામાં આવ્યા હતા. જેના અમે જવાબ આપી દીધા છે, હજુ પણ ડીઈઓ દ્વારા જે કોઈ માહિતી માગવામાં આવશે, તે અમારા તરફથી આપવામાં આવશે. એપ્રિલ મહિનામાં ડીપીએસ બોપલમાં યોજાયેલા નિત્યાનંદ આશ્રમના કાર્યક્રમ અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
DPS ની બસ પુષ્પક સિટીમાં બાળકોને લેવા-મુકવા આવતી હતી
પુષ્પક સિટીના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આશ્રમથી 7 કિલો મીટર દૂર આવેલા પુષ્પક સિટીમાં આવેલા B-95, B-100 અને B-107 નંબરના મકાનોમાં મોડી રાત્રે ક્યારેક 11 વાગ્યે, 1 વાગ્યે કે 3 વાગ્યે ગાડીઓમાં સાધ્વીઓ, આશ્રમના લોકો અને કેટલાક બાળકો આવતા હતા. એક મકાનમાં DPSની બસ બાળકોને લેવા અને મુકવા આવતી હતી.