7 દિવસમાં જ બન્યું 1 ઇંચની સ્ક્રિનવાળું વિશ્વનું સૌથી નાનું લૅપટૉપ
વિશ્વનું સૌથી ટચૂકડું લૅપટૉપ
અમેરિકાના એન્જિનિયર પૉલ ક્લિંગરે વિશ્વનું સૌથી ટચૂકડું લૅપટૉપ તૈયાર કર્યું છે. આ લૅપટૉપની સ્ક્રિન માત્ર એક જ ઇંચની છે અને એમાં ડિસ્પ્લે ૦.૯૬ સેન્ટિમીટરનો છે. પૉલે આ ડિવાઇસનું નામ થિન્ક ટિની રાખ્યું છે કેમ કે આ લૅપટૉપ આઇબીએમના થિન્કપૅડનું મિની વર્ઝન છે. એમાં થિન્કપૅડની જેમ કીપૅડમાં વચ્ચે લાલ રંગના ટ્રૅક પૉઇન્ટ સ્ટાઇલનું કર્સર કન્ટ્રોલર પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયન બ્રુઅરીએ બિઅર જેવો સ્વાદ આપતી ચા બનાવી
ADVERTISEMENT
મોબાઇલ કરતાંય નાનું આ લૅપટૉપ થ્રી-ડી પ્રિન્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં સાત લાઇનનું કીબૉર્ડ છે. છ હજાર રૂપિયાના ખર્ચે બનેલા આ ડિવાઇસમાં તમે ગેમ પણ રમી શકો એવી સુવિધા છે.