Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જયંતી ભાનુશાળી હત્યા મામલે ડાંગમાં પોલીસે કરી 2 શાર્પશૂટર્સની ધરપકડ

જયંતી ભાનુશાળી હત્યા મામલે ડાંગમાં પોલીસે કરી 2 શાર્પશૂટર્સની ધરપકડ

Published : 17 February, 2019 07:37 PM | IST | ડાંગ, ગુજરાત

જયંતી ભાનુશાળી હત્યા મામલે ડાંગમાં પોલીસે કરી 2 શાર્પશૂટર્સની ધરપકડ

જયંતી ભાનુશાળી (ફાઇલ)

જયંતી ભાનુશાળી (ફાઇલ)


ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં CID ક્રાઈમ અને ATSની મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનારા બે શાર્પ શૂટર્સની ડાંગ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. બંન્ને શાર્પશૂટરોની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઇ શકે છે. નોંધનીય છે કે જયંતિ ભાનુશાળી હત્યા મામલે કોર્ટે મુખ્ય આરોપી છબિલ પટેલને ભાગેડુ જાહેર કર્યા છે. તાજેતરમાં જ છબિલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં તે કહી રહ્યા હતા કે હું નિર્દોષ છું અને હું કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. હાલમાં હું બિઝનેસ માટે વિદેશમાં છું અને ભારતમાં આવીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇશ અને તપાસમાં સહયોગ કરીશ.


આ પણ વાંચો: છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થાય તેવી શક્યતા



નોંધનીય છે કે ભાનુશાળી હત્યા મામલે તેમના પરિવારજનોએ છબિલ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે નીતિન પટેલ અને રાહુલ જયંતી પટેલની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબિલ પટેલ અને શુરજીત પરદેશી ભાવુએ મદદ કરી હતી. ત્યારબાદ મનિષા અને છબિલ પટેલે જયંતી ભાનુશાળીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. જયંતી ભાનુશાળીની હત્યા માટે છબિલ પટેલે મનીષા ગોસ્વામીને પુના ખાતે શાર્પશૂટર્સ સાથે મુલાકાત કરાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 07:37 PM IST | ડાંગ, ગુજરાત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK