CBI ચીફ ડ્યૂટી પર પરત, નાગેશ્વર રાવના તમામ ટ્રાન્સફર ઓર્ડર કર્યા રદ
ફાઇલ ફોટો
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 77 દિવસ પછી બુધવારે આલોક વર્માએ ફરીથી સીબીઆઇ ડાયરેક્ટર તરીકેનો પદભાર ગ્રહણ કર્યો. પહેલા જ દિવસે તેમણે મોટો નિર્ણય લીધો. ડ્યૂટી પર પાછા ફરતા જ તેમણે તત્કાલીન ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલી લગભગ તમામ ટ્રાન્સફર રદ કરી દીધી. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
આ પહેલા બુધવારે તેમણે પોતાનો કાર્યભાર સંભાળ્યો. ઉલ્લેખનીય છે કે વર્માએ પોતાને રજા પર મોકલવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર કોર્ટે મંગળવારે તેમને સીબીઆઇ ડાયરેક્ટર તરીકે બહાલ રાખ્યા હતા પરંતુ નીતિગત નિર્ણયો લેવાનો અધિકાર આપ્યો ન હતો.