આશાપુરા માતાના મઢનો 2.35 કરોડના ખર્ચે વિકાસ થશે
આશાપુરા માતા
કચ્છ અને એની બહાર વસતા ભાવિક ભક્તો માતાનાં ચરણોમાં શીશ ઝુકાવે છે. માતાજીની પૂજા-અર્ચના અને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોની સુખસુવિધા માટે યાત્રાધામના વિકાસનું બીડું ઉપાડવામાં આવ્યું છે. મંદિર સંકુલમાં સુવિધાનાં વિવિધ કામો ઉપરાંત માતાજીના મંદિરની સાથે સંકળાયેલા પ્રાચીન ચાચરકુંડના રિનોવેશનની કામગીરી ૨.૩૫ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે શૌચાલયથી લઈને શેડ સુધીનાં કામોને આવરી લેવાયાં છે.
યાત્રા વિકાસ વિભાગના રાજ્યકક્ષાનાં પ્રધાન વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે પ્રસિદ્ધ માતાના મઢ એવા આશાપુરા માતાના મંદિર સંકુલ અને ચાચરકુંડ ખાતે અંદાજે ૨.૩૫ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં સરકારની મંજૂરી મળ્યા બાદ કામો હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઘોઘા દહેજ રો-રો ફેરી જલ્દી શરૂ થવાના કોઈ એંધાણ નહીં
બોર્ડ દ્વારા નારાયણ સરોવર પાસે આવેલા પ્રાચીન સ્થાનક મહાપ્રભુજીની બેઠકના રીડેવલપમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સોમનાથ, દ્વારકા અને અંબાજીની જેમ માતાના મઢ ખાતે પણ વિકાસ કરવા સરકાર કટિબદ્ધ છે.