એક વર્ષમાં 22 પુરુષ બન્યા માતા, આપ્યો બાળકોને જન્મ !!
હવે સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ બાળકોને જન્મ આપી શકે છે. આ વાત સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ વાત સંપૂર્ણ સાચી છે. ઓસ્ટ્રેલિયામાં 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમામે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2018થી લઈ 2019ની વસતી ગણતકરીના આંકડામાં આ ખુલાસો થયો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસના જન્મદરના ડેટા પ્રમાણે જે 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો તે તમામ ટ્રાન્સ જેન્ડર હતા.
આ સાથે જ તમામ પુરુષોનું નામ એ 228 પુરુષોની લિસ્ટમાં સામેલ થયું છે, જેમણે છેલ્લા એક દાયકામાં બાળકોને જન્મ આપ્યો હતો. આ વાતને સત્તાવાર સમર્થન પણ મળ્યું છે. જો કે વર્ષ 2009 સુધી આ અંગેનો કોઈ આંકડો સામે નથી આવ્યો.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે જન્મ આપનાર આ પુરુષોએ પોતાનું જેન્ડર ચેન્જ કર્યું હતું, જેને કારણે આ મામલે વિવાદ પણ તયો છે. સાથે જ ઓસ્ટ્રેલિયાના લોકોએ આ પ્રકારના પુરુષોના પુરુષત્વ સામે સવાલ પણ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે જો કોઈ પુરુષ બાળકોને જન્મ આપી શકે તો તે પુરુષ કહી જ ન શકાય. તો મેલબર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરએ આ વાતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે પુરુષત્વ અંગે દરેકનો વિચાર જુદો જુદો હોઈ શકે છે.
આ પણ વાંચોઃ લો બોલો, ધાબા પર ચડી ગઈ ભેંસ, આ રીતે ઉતારી નીચે !
પ્રોફેસરે કહ્યું કે શક્ય છે કે જે પુરુષોએ બાળકોને જન્મ આપ્યો, તેમણે પોતાનું સેક્સ ચેન્જ કરાવવા માટે ઓપરેશનનો સહારો લીધો છે. શક્યત એ પણ છે કે આ તેમનો વિચાર છે, સત્ય જુદુ પણ હોઈ શકે છે. જો બાળક સ્વસ્થ હોય તો આમાં કોઈ પ્રોબ્લેમ હોવો ન જોઈએ. અને પુરુષત્વ અંગે સવાલ ઉઠાવવો પણ યોગ્ય નથી.