અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા
બુલેટ ટ્રેન
મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદ – મુંબઇ બુલેટ ટ્રેનને લઇને મહત્વની વાત સામે આવી છે. બુલેટ ટ્રેનના અમદાવાદ-મુંબઇ રૂટમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને જોડતા ગામ ઝરોલી સુધીના રૂટ પરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મળથી માહિતી મુજબ બંને રાજ્યની બોર્ડર પર આવેલ ઝરોલી ગામ સુધીના રૂટ પર એલિવેટેડ કોરિડોર, ડેપો, બ્રિજ, સ્ટેશનનું કાર્ય નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને 230 કિલો મીટરથી વધુના રૂટ પર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ આ તમામ કાર્ય માટે ટેન્ડર બહાર પાડી દીધું છે અને આ ટેન્ડરની અંતિમ તારીખ 15 જુલાઇ રાખવામાં આવી છે.
જાણો ટેન્ડરની તારીખો
ADVERTISEMENT
અમદાવાદ – મુંબઇ બુલેટ ટ્રેનના વડોદરાથી મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ ઝરોલી ગામ સુધીના 230 કિલોમીટર રૂટ પરની કામગીરી માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્રારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટેન્ડરની છેલ્લી તારીખ 15 જુલાઇ રાખવામાં આવી છે. ટેન્ડરની પ્રક્રિયા બાદ નવેમ્બર 2019 બાદ કામગીરી શરી કરી દેવામાં આવશે. કંપનીએ કોરિડોર, ડેપો, બ્રિજ, સ્ટેશન સહીતના કામો માટે ટેન્ડર બહાર પાડ્યું છે.
બુલેટ ટ્રેન માટે પ્રોજેક્ટની ડિઝાઇન, જમીન અધિગ્રહણની કામગીરી શરૂ
અમદાવાદ – મુંબઇ બુલેટ ટ્રેન એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને પગલે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લોકસભા ચુંટણી બાદ આ બુલેટ ટ્રેનનું કામ વાયુ વેગે શરૂ થશે. દિવ્યભાસ્કર ન્યુઝપેપરમાંથી મળતી માહિતી મુજબ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્રારા આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડિઝાઈન, જમીન અધિગ્રહણ સહિત અન્ય કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જાયકા)ના સહયોગથી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં હજુ સુધી જમીન પર કોઈ કામગીરી દેખાતી ન હોવાથી આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે કે નહીં તે અંગે શંકા હતી. કંપની દ્વારા અમદાવાદથી મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરના રૂટ પર વડોદરાથી ઝરોલી ગામ સુધીના 237 કિલોમીટર રૂટ પર ડબલ લાઈન એલિવેટેડ કોરિડોર તૈયાર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.
42 મહિનામાં બનશે બુલેટ ટ્રેન માટે કુલ 54 બ્રિજ
બુલેટ ટ્રેનના રૂટમાં વડોદરાથી ઝરોલી ગામ વચ્ચે ભરૂચ, સુરત, બિલીમોરા અને વાપી સ્ટેશન બિલ્ડિંગ તૈયાર કરવાની સાથે સુરત ખાતે ડેપો તૈયાર કરાશે. આવી જ રીતે આ રૂટ પર આવતી નદીઓ પર 24 બ્રિજ અને રોડ તેમજ કેનાલ પર 30 બ્રિજ તૈયાર કરાશે. આ સંપૂર્ણ કામગીરી 42 મહિનામાં કરવાની રહેશે. મળતી માહિતી મુજબ અત્યારે 237 કિલોમીટરના આ રૂટ પર આવતી 30 ટકા જમીન અધિગ્રહણનું કામ પૂર્ણ કરી લેવાયું છે.