ટૂંક સમયમાં અમદાવાદીઓ કરી શક્શે મેટ્રોની સવારી, આ દિવસે ટ્રાયલ રન
અમદાવાદીઓ આનંદો
અત્યાર સુધી જે મેટ્રો પ્રોજેક્ટના કારણે અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાતો હતો, કે અમદાવાદીઓને અગવડ પડતી હતી, તે મેટ્રો હવે શરૂ થવાની તૈયારી છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન માર્ચ મહિનાથી રેગ્યુલર ચાલુ થઈ જશે. ખુદ મેટ્રો પ્રોજેક્ટ દ્વારા સત્તાવાર આ જાહેરાત કરાઈ છે.
મળતી માહિતી મુજબ માર્ચના પ્રથમ સપ્તાહમાં એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ તરફના 6.5 કિલોમીટરના રૂટ પર અમદાવાદની પહેલી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો પ્રોજેક્ટ દ્વારા થયેલી જાહેરાત પ્રમાણે એપરલ પાર્ક ડેપો ખાતે ટ્રાયલ અને અન્ય કામગીરી ચાલુ છે. બીજી ટ્રેન બુધવારે દક્ષિણ કોરિયાથી રવાના થઈ જશે.
ADVERTISEMENT
ટ્રેન અમદાવાદ પહોંચ્યા બાદ રેલવે મંત્રાલય અને લખનઉ મેટ્રોની ટીમ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. ટેસ્ટીંગની કામગીરી 18 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે. આ સિવાય ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય ઓફ સેફ્ટી દ્વારા પણ તેની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ માર્ચ મહિનામાં મેટ્રોની શરૂઆત થઈ જશે.
આ પણ વાંચોઃ મેટ્રોનાં 3 કોચ પહોંચ્યા અમદાવાદ, ઉત્તરાયણ બાદ શરૂ થશે ટ્રાયલ રન
ઉલ્લેખનીય છે કે, મેટ્રોના ખાતમૂર્હત સમયે સરકારે 2017 સુધીમાં પ્રથમ તબક્કામાં ટ્રાયલ રન શરૂ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ મુદ્ વધારી જાન્યુઆરી 2018 કરાઇ હતી અને છેલ્લે 17 જાન્યુઆરી 2019ના મૂર્હતમાં પણ મુદ્દત પડી હતી. જો કે આખરે લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રો અમદાવાદના રસ્તાઓ પર દોડતી દેખાશે.