Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પોલીસ પકડથી બહાર છબીલ પટેલ સોશિયલ મીડિયા પર છે સક્રિય!

પોલીસ પકડથી બહાર છબીલ પટેલ સોશિયલ મીડિયા પર છે સક્રિય!

Published : 31 January, 2019 01:52 PM | Modified : 31 January, 2019 02:26 PM | IST |
Dirgha media news agency

પોલીસ પકડથી બહાર છબીલ પટેલ સોશિયલ મીડિયા પર છે સક્રિય!

છબીલ પટેલ સોશલ મીડિયા પર સક્રિય!

છબીલ પટેલ સોશલ મીડિયા પર સક્રિય!


રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલ કદાવર નેતા જયંતી ભાનુશાલીની હત્યાકાંડમાં આરોપી અને વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ હાલ તો પોલીસ પકડથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાનો પુરાવો મળ્યો છે. છબીલ પટેલનું વોટ્સએપ પર એક ફેન ક્લબ છે, જેના દ્વારા તે અનેક લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.

જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં પોલીસ છબીલ પટેલને શોધી રહી છે. માનવામાં આવી રહ્યું છે છબીલ પટેલ વિદેશમાં છે. અને ત્યાં બેઠા બેઠા કચ્છની ઘટનાની રજે રજની માહિતી મેળવી રહ્યો છે.  વોટ્સએપ પર છબીલ પટેલ ફેન ક્લબ કરીને એક ગ્રુપ છે. જેમાં 198 સભ્યો છે. આ સભ્યોમાં ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકો સાથે વૉટ્સએપ કૉલિંગથી પણ સંપર્કમાં છે.

પોલીસે ઝડપી લીધેલા નીતિન અને રાહુલના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાતો સામે આવી છે. સાથે આ હત્યાકાંડમાં અન્ય પાંચ શખ્સોની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે જયંતિ ભાનુશાળીની હત્યા માટે પાંચ કરોડની સોપારી આપવામાં આવી હતી. નીતિન અને રાહુલે જયંતિ ભાનુશાળીને મારી નાખનાક શાર્પ શૂટરને ઓળખી બતાવ્યા છે.

પોલીસે આ બનાવના 16માં દિવસે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના ઈશારે સુરજીતભાઉના શાર્પ શૂટરે ભાનુશાળીને મોતને ઘાટ ઉતારી દીધાનું જાહેર કર્યું હતું. દરમિયાન પોલીસે રાહુલ અને નિતીનના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં આ બંને શખ્સોએ ચોંકાવનારી કબૂલાત આપી હતી કે, ભાનુશાળી હત્યા કેસમાં ભાનુશાળીના નજીકના એક વ્યક્તિની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે જેને લઇને પોલીસ વધુ તપાસ પણ કરી રહી છે. તો આ કેસમાં વધુ અન્ય પાંચ શખ્સોની સંડોવણી હોવાની વિગત સામે આવી છે. જેના પગલે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.


આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરે CM રૂપાણી સાથે કરી મુલાકાત, ભાજપમાં જોડાવાની અટકળ



જયંતી ભાનુશાળી હત્યાકાંડનું કાવતરું રેલડી ગામે આવેલા છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં ઘડાયું હતું. પોલીસે કેસને મજબૂત કરવા માટે નારાયણી ફાર્મ હાઉસમાં કામ કરતા ત્રણ માણસોના જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળ નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસે આ શખ્સોની પણ પૂછપરછ કરી છે. જેમાં પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જોકે આ અંગે પોલીસે કહેવાનું ટાળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 02:26 PM IST | | Dirgha media news agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK